Vadodara

પંદર દિવસમાં ઘરફોડ ચોરી અને પાંચ વાહનચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો

50થી વધુ ગુનાઓમાં પકડાયેલ રીઢા આરોપીને પકડી ચાર લાખથી વધુનો મુદ્દા માલ ક્રાઈમ બ્રાન્ચે કબજે કર્યો

ગોરવા ખાતેથી ઈકો ગાડી ચોરી લાવી વારસિયા ખાતે મૂકી રાખી

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગધેડા માર્કેટ ચાર રસ્તા રોડ તરફથી અગાઉ 50થી વધુ ગુનાઓમાં ઝડપાયેલ રીઢા આરોપીને ઝડપી પાડી 4 લાખ થી વધુની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો. માત્ર 15 દિવસમાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના પાંચ ગુનાનો ભેદ ઉકેલવામાં પણ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી હતી.

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી હતી કે, અગાઉ ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલો અને ભારતીય વીમા દવાખાના ભૂંડવાસ ખાતે રહેતો શેરૂસિંગ સિકલીગર બાઈક ઉપર ચોરીનો સામાન વેચવા માટે વારસિયા આરટીઓ રોડ થઈ ગધેડા માર્કેટ ચાર રસ્તા તરફ જવાનો છે. જે ચોક્કસ માહિતી મળતા જ ક્રાઈમ બ્રાન્ચ ની જુદી જુદી ટીમોએ વોચ ગોઠવી હતી. દરમિયાન આ ઈસમ આવતા જ તેને ચારે બાજુથી કોર્ડન કરી પકડી પાડ્યો હતો. આ ઇસમની ઝડતી લેતા મોબાઈલ ફોન સોના ચાંદીના દાગીના રોકડ રકમ નાનો વચન કાંટો મળી આવ્યો હતો. જે બાબતે ઝણવટ ભરી પૂછપરછ કરતા તેણે કોઈ આધાર પૂરાવા ન હોય અને ઉડાઉ જવાબ આપ્યો હતો. સઘન પૂછપરછ દરમિયાન આ ઈસમે છેલ્લા 15 દિવસમાં ગોરવાથી ચોરી કરેલ મારુતિ ઈકો ગાડી તેમજ પોતાની મોટરસાયકલ નો ઉપયોગ કરીને વડોદરા શહેરના ગોરવા ખાતેના બે મકાનોમાં તેમજ અકોટા અને વારસિયા ખાતેના એક એક મકાનમાં ચોરીનો ગુનો કર્યો હોવાની તેમજ તેની પાસેથી મળી આવેલા દાગીના અને રોકડ રકમ તેણે પોતે ગોરવા ખાતેથી ચોરી કરી લાવ્યો હોવાની કબુલાત કરી હતી, સાથે જ મારુતિ ઈકો ગાડી પર ચોરી કરી લાવી વારસિયા ખાતે મૂકી રાખી હોવાનું જણાવ્યું હતું. જે આધારે ક્રાઈમ બ્રાન્ચે તમામ મુદ્દા માલ રિકવર કરી કુલ રૂપિયા ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને શેરુસિંઘ સિકલીગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top