દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની 61મી પુણ્યતિથિ નિમિત્તે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જુવાનપુરા વિસ્તારમાં આવેલા જવાહર નહેરુ ભવન બહાર સ્થિત તેમની પ્રતિમાને સ્વચ્છ કરી પુષ્પાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે શહેર કોંગ્રેસના વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, કાઉન્સિલર પુષ્પા વાઘેલા સહિત અનેક હોદ્દેદારોએ ઉપસ્થિત રહી પંડિત નહેરુના સાદગીભર્યા જીવન અને ભારતના નિર્માણમાં આપેલા યોગદાનને સ્મરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “27 મે 1964 એ માત્ર ભારત માટે નહીં પણ વિશ્વ ઇતિહાસ માટે એક શોકદાયક દિવસ હતો. પંડિત નહેરુ જેવા દીર્ઘદ્રષ્ટા નેતાનું અવસાન લોકશાહી માટે એક મોટી ખોટ હતું. તેઓ સતત 17 વર્ષ સુધી દેશના લોકશાહી વડાપ્રધાન તરીકે રહી દેશને અગ્રગણ્ય બનવામા યોગદાન આપ્યું હતું.”