Halol

પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો

પંચમહાલ જિલ્લાની હદમાં આવતા સમગ્ર વિસ્તારમાં તા.૧૫ મે સુધી “નો ડ્રોન ફલાય ઝોન’ જાહેર
પંચમહાલ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ પ્રકારના ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
હાલોલ: હાલની પ્રતિકુળ પરિસ્થિતિને ધ્યાને લેતા અત્રેના જિલ્લાના વિસ્તારમાં આવેલા અગત્યના સ્થળો, વી.વી.આઈ.પી., વી.આઈ.પી. રહેઠાણ તેમજ કચેરીઓ, અગત્યની સરકારી કચેરીઓ વગેરે જગ્યાની સુરક્ષાને ધ્યાને લઈ તથા પંચમહાલ જિલ્લામાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને રાષ્ટ્રવિરોધી તત્વો માનવરહિત રીમોટ સંચાલિત વિમાન, માનવ સંચાલિત નાની સાઈઝના વિમાન જેવા સંસાધનો અથવા એરી પાર્ટસમાં વપરાતા ઉપકરણો ના ગેરલાભ લઈ પંચમહાલ જિલ્લાની સુરક્ષાને હાની પહોંચાડે તેવી શક્યતાને ધ્યાને લઈ તથા વધુમાં હાલમાં લગ્ન પ્રસંગો હોવાથી આ પ્રસંગોમાં ડ્રોન ઉડાડવાથી જાહેર જનતામાં ગેરસમજ તેમજ ભયનો માહોલ ન ફેલાય અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.જે.પટેલ એ તેમને મળેલ સત્તાની રુએ તા.૧૫/૦૫/૨૦૨૫ સુધી પંચમહાલ જિલ્લાની હદ વિસ્તારમાં “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ જાહેરનામા મુજબ તા.૧૫/૦૫/૨૦૨૫ સુધીના સમયગાળા દરમ્યાનમાં પંચમહાલ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતા તમામ પ્રકારના ડ્રોન , કવાડ કોપ્ટર , પાવર્ડ એરક્રાફ્ટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ હેંગ ગ્લાઈડર/પેરાગ્લાઇડર પેરા મોટર , તેમજ હોટ એર બલુન તથા પેરા જમ્પીંગ ચલાવવા/ઉડાવવા ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.
આ હુકમ તા.૧૫/૦૫/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩ શિક્ષાને પાત્ર થશે.

Most Popular

To Top