કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાના વરદહસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે
હાલોલ |
આગામી 26મી જાન્યુઆરી, 2026ના રોજ પંચમહાલ જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની શાનદાર અને ભવ્ય ઉજવણી હાલોલ ખાતે યોજાનાર છે. રાષ્ટ્રીય પર્વના પાવન અવસરે રમેશભાઈ કટારા, કૃષિ રાજ્ય મંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.

પ્રજાસત્તાક પર્વનો જિલ્લા કક્ષાનો મુખ્ય સમારોહ તા. 26 જાન્યુઆરી, 2026 (સોમવાર)ના રોજ સવારે 9:00 કલાકે એમ. એન્ડ વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ પ્રસંગે રાષ્ટ્રીય ધ્વજવંદન સાથે પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ પ્રદર્શન દ્વારા દેશભક્તિપૂર્ણ માહોલ સર્જાશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ તથા નગરજનો મોટી સંખ્યામાં હાજરી આપે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશપ્રેમ, એકતા અને સંવિધાનિક મૂલ્યોને ઉજાગર કરતી રીતે ઉજવાશે, તેવું આયોજન સમિતિ તરફથી જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ