Vadodara

ન્યૂ વી.આઈ.પી. રોડ પર પડ્યો વધું એક ભૂવો..


વડોદરા શહેરના રસ્તાઓની પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો ભૂવા ગણવા હોય તો હાથની આંગળીઓ ઓછી પડે. છેલ્લા બે મહિનામાં શહેરના વિવિધ વિસ્તારો ના માર્ગો પર અસંખ્ય ભૂવાઓ પડ્યા હતા. જેમાં આજરોજ વધુ એક ભૂવાનો ઉમેરો થયો છે. શહેરના ન્યૂ વી.આઈ.પી. રોડ પર મસમોટો ભૂવો પડતાં રાહદારીઓને હાલાકી ભોગવી પડી રહી છે. આટલી બધી ઠોકરો વાગ્યા પછી પણ વડોદરા મહાનગર પાલિકા કોઈપણ પ્રકારની શીખ લેવા માટે તૈયાર નથી તેવું કહી શકાય. શહેરમાં રસ્તાઓ ઉપર ઠેર ઠેર પડેલા ભૂવાઓને કારણે સદનસીબે હજી સુધી કોઈ અકસ્માત કે જાનહાનિ થઈ નથી પરંતુ પરિસ્થિતિ જોઈને લાગે છે કે જ્યાં સુધી કોઈ મોટી ઘટના નહીં બને ત્યાં સુધી તંત્ર આ સમસ્યાનાં નિરાકરણ માટે કોઈ એક્શન નહીં લે.

કોઈ એક દિવસ કે વડોદરા શહેરનો કોઈ એક વિસ્તાર બાકી નહીં હોય જ્યાં તંત્રના પાપે ભૂવો નહીં પડ્યો હોય. વડોદરા શહેરનો નાગરિક પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને શહેરનો સર્વાંગી વિકાસ થાય તે માટે વેરો ચૂકવે છે પરંતુ ભૂવાઓ નાં સમારકામ માટે વડોદરા શહેરના નાગરિકોએ ભરપાઈ કરેલ વેરા નાં નાણા નો ઉપયોગ કરવામાં આવે છે. હવે જોવાનું રહેશે કે ન્યૂ વી.આઈ.પી. રોડ પર પડેલ ભૂવાનું કેટલા સમયમાં સમારકામ થાય છે અને તંત્ર ભુવો પડવા માટે કયું કારણ નાગરિકોને જણાવશે.

Most Popular

To Top