Vadodara

ન્યૂ વીઆઇપી રોડના ગુરુદ્વારા સાહિબની નવ નિર્મિત ઇમારત ખાતે કિર્તન સમાગમ


શહેરમાં સાત જેટલાં મોટા ગુરુદ્વારા આવેલા છે જેમાં ન્યૂ વીઆઇપી રોડ હરણી ખાતે 1974માબનેલા ગુરુદ્વારા ખાતે ગુરુદ્વારા સાહેબ ની નવી ઇમારતનું નિર્માણ કરાયું છે.
સંસ્કારી નગરી વડોદરા શહેરમાં દરેક જ્ઞાતિ સંપ્રદાયના લોકો હળીમળીને રહે છે અને એકબીજા સાથે પોતાના ધાર્મિક પર્વો ઉત્સવોની ઉજવણી કરે છે. શહેરમા શીખ સમુદાય પણ મોટી સંખ્યામાં રહે છે વડોદરા શહેરમાં સાત જેટલાં મોટા ગુરુદ્વારા આવેલા છે. જેમાંના એક ન્યૂ વીઆઇપી રોડ ખાતે 1974મા નિર્માણ થયેલા ગુરુદ્વારા ખાતે ગુરુદ્વારા સાહેબની નવી ઇમારત નિર્માણ કરવામાં આવી છે. ત્યારે આ પ્રસંગે અહીં તા.15 થી વ17નવેમ્બર દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજિક સેવાઓના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આજરોજ અહીં કિર્તન સમાગમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જત્થા જસકરન સિંઘ (પટિયાલે વાલા) તથા ભાઇ ગુરુવિન્દર સિંઘ (રૂદ્રાપુર વાલે) વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. તદ્પરાંત અહીં યુનિટી હોસ્પિટલના સહયોગથી રક્તદાન શિબિર તેમજ મેડિકલ કેમ્પનું તથા લંગરનુ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ પ્રસંગે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં અને ગુરુદ્વારા સાહિબના નવનિર્મિત ઇમારત અંગે તથા પ્રકાશ પર્વની આયોજક કમિટી તથા શીખ સમુદાયના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

Most Popular

To Top