બોલો હવે આમાં કોની ભૂલ પાલિકાએ આપેલા કોન્ટ્રાકટની કે ખુદ પાલિકાની?
વડોદરા શહેરને બરબાદ કરનારા પાલિકા તંત્રના પાપે પ્રિમોન્સુનના નામે પ્રજાને છેતરવાનું કામ કર્યું છે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત જ્યાને ત્યાં ખાડા ખોદીને મૂકી દેવામાં આવ્યા હતા. જેના કારણે અનેક લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. વડોદરા શહેરમાં ન્યુ બાપોદ ગામ સંતરામનગર પાસે પાલિકા દ્વારા પાણીની લાઈન માટે ખોદેલા ખાડા નું પુરાણ કર્યું ન હતું. ત્યારે ગતરાત્રીના વરસતા વરસાદને કારણે વડોદરા શહેર અને જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ હતી અને અનેક વિસ્તાર જળ બંબાકાર ની પરિસ્થિતિ જોવા મળી હતી. વડોદરા શહેરના ન્યુ બાપોદ ગામ સંતરામ નગર પાસે પાણીની લાઈનનું કામ પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું હતું. ખાડા તો ખોદી નાખ્યાં પરંતુ કામ અધૂરું હોવાથી ત્યાં આસપાસ કોઈ સાઈન બોર્ડ કે બેરિકેડિંગ પાલિકા દ્વારા કરવામાં આવ્યું ના હતું. જેના કારણે ગતરાત્રિથી વરસતા વરસાદના કારણે પાણીની લાઈન માટે ખોદેલા ખાડામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ત્યાંથી ઘણા લોકો અવર જવર કરી રહ્યા હતા. ત્યારે ત્યાંથી પસાર થતા પિતા પુત્ર વરસાદથી બચવા છત્રીનો ઉપયોગ કરી ત્યાંથી સાવચેતી રીતે પસાર થતાં હતાં. સાથે ચાલતો નાનો પુત્ર અચાનક ખાડામાં ભરાયેલા પાણી માં ગરકાવ થઈ ગયો હતો પુત્રે બૂમો પાડતા એના પિતા તેને બચવવા ગયા એ પણ ખાડામાં પડયા હતા. આસપાસના લોકો પણ ત્યાં પિતા પુત્રને પાણી ભરેલા ખાડામાંથી બહાર કાઢવા આવી પહોંચ્યા હતા. તેઓ પણ ખાડામાં ખાબક્યા હતા જોકે સદનસીબે કોઈ જાણહાનિ થઈ ના હતી . અને સ્થાનિકોની મદદથી તમામને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. આ તમામ ઘટના નજીકની દુકાન માં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.