વડોદરાના ન્યુ વાઘોડીયા રોડ ઉપર શ્યામલ કાઉન્ટી કો.ઓ. સોસાયટીમાં 1000થી વધુ મકાનો છે. પરંતુ મોટાભાગના મકાનોના માલિકોએ સ્ટુડન્ટ તેમજ પી.જી.માં રેન્ટ ઉપર આપ્યા છે. આ સોસાયટીનો વહીવટ બિલ્ડર દ્વારા બનાવેલી કમીટીના પ્રમૂખ, ઉપપ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યો કરી રહ્યા છે. સોસાયટીના કેટલાક મકાન માલિકોએ રેન્ટ પી.જી. પર ચાલતા તેમના ભાડા કરાર તેમજ પોલીસ વેરીફિકેશન સોસાયટીમાં જમા કરાવ્યા છે કે નહીં તે પણ તપાસનો વિષય બન્યો છે.
515 થી 186 નંબરની ગલીમાં 168 નંબરના મકાન કેટલાક સમયથી માલિકે રેન્ટ પર આપ્યા છે. આ સ્ટુડન્ટો મકાનમાં કેટલા રહે છે તે પણ તેઓને જાણ નથી. આ મકાનમાં રહેતા સ્ટુડન્ટો કેટલાક સમયથી રાત્રીના સમય દરમિયાન પોતાના બાઈકો અને બુલેટના મોટા સાઉન્ડથી વારંવાર અવરજવર કરતા હોય છે. તેથી ગલીમાં રહેતા રહીશોને હેરાન પરેશાન થતા હોય છે. આ અંગે મકાનના ઓનરને વારંવાર કમ્પલેન કરવા છતાં કોઈ પગલાં લીધા નથી. ઓફીસમાં બેસતા કર્મચારીને પણ ટેલીફોનીક જાણ કરી છે. સોસાયટીના ગેટ ઉપર બેસતા સીક્યોરીટીને પણ ફરીયાદ કરી છે. ગેટ ઉપર કમીટી દ્વારા પેટાnનિયમોનું બોર્ડ લગાવ્યું છે. આ માત્ર વાંચવા માટે હોય તેમ લાગી રહ્યું છે. નિયમોનું પાલન થતુ નથી. સીક્યુરીટી તેઓની ફરજ બજાવતા નથી. તેઓ કહે છે કે રાત્રી દરમિયાન કોઈપણ આવે કે જાય, અમો શુ કરી શક્તા નથી. સોસાયટીમાં કોઈ અનિચ્છનીય બનાવ જેવા કે ચોરી કે દારૂની હેરફેર જેવા બનાવ બનશે તો જવાબદારી કોણ લેશે? આ અગાઉ પણ નાના-મોટા બનાવો સોસાયટીમાં બની ચુક્યા છે. આની જવાબદારી કોણ લેશે? આની તપાસ સોસાયટી વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર ઉંડાણપૂર્વક તટસ્થ તપાસ કરાવી યોગ્ય પગલાં ભરાવે તેવી રહીશોની માંગ છે.
ન્યુવાઘોડીયા રોડ ઉપર શ્યામલ સોસાયટીમાં રેન્ટ ઉપર રહેતા સ્ટુડન્ટસના ત્રાસથી રહીશો પરેશાન
By
Posted on