પાદરા ના યુવક સાથે સ્કોલરશીપમાં છેતરપિંડી થઈ હતી. જેને લઈને યુવક પ્રતીક કનુભાઈ આજે વડોદરા શહેરના ભગતસિંહ ચોક ખાતેથી પદયાત્રા કરી જિલ્લા કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
પાદરા તાલુકાના ધાયલ ગામે રહેતા પરમાર પ્રતીક કનુભાઈ સાથે સ્કોલશીપ માં રૂપિયા અઢી લાખની છેતરપિંડી ને લઈને છેલ્લા છ મહિનાથી ગાંધીનગર તેમજ જિલ્લા કલેકટર કચેરી ખાતે ધક્કા ખાઈ રહ્યા છે. પ્રતીક પરમાર એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રી ને પણ રજૂઆત કરી છતાં યોગ્ય ન્યાય ન મળતા પ્રતીક પરમાર એ આજે વડોદરા શહેર વીર ભગતસિંહ ચોક ખાતેથી પદયાત્રા કરી જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતાં. તેમણે અધિકારીઓએ સ્કોલરશીપ માં રૂપિયા અઢી લાખની છેતરપિંડી કરી હોવાના આક્ષેપો કર્યા હતા . પ્રતીક પરમારને આગળ ભણવું છે, પરંતુ સ્કોલરશીપ ન મળતા તેઓ નું કેરિયર જોખમાઈ રહ્યું છે વડોદરા શહેર નર્મદા ભુવન ખાતે આવેલા કલ્યાણ વિભાગ ના કર્મચારી અને અધિકારીઓને પણ વારંવાર રજૂઆત કરી છતાં યોગ્ય ન્યાય ન મળતા તેઓ દ્વારા આજે ન્યાય મેળવવા માટે ભગતસિંહ ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પદયાત્રા કરી હતી.
ન્યાય માગવા પાદરાનો યુવક પગપાળા વડોદરા કલેકટર કચેરી પહોંચ્યો, શું થયો અન્યાય?
By
Posted on