Vadodara

નોકરી કરતી પરિણીતા પર વહેમ રાખી નોકરી છોડી દેવા દબાણ કરતા પતિ અને સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ

પતિએ એકવાર કારમાં પત્નીને અપશબ્દો બોલી હાથમાં બચકું ભરી લીધું હતું

સાસુ સસરા પણ પતિનું ઉપરાણું લેતાં

(પ્રતિનિધિ) વડોદરા તા. 13

શિક્ષિત અને ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતી પરિણીતાને અવારનવાર નોકરી છોડી દેવા દબાણ કરી,વહેમ રાખી શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતા પતિ અને સાસુ સસરા વિરુદ્ધ પરિણીતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી.

આપણા પુરુષપ્રધાન સમાજમાં આજે પણ ભલે મહિલા પુરુષ સમોવડી ની વાતો કરવામાં આવે છે પરંતુ હકીકત તો એ છે કે આજે પણ કેટલાક સમાજ અને કેટલાક પુરુષોને મહિલા આગળ વધે કે ઉચ્ચ પદ પર જોબ કરે, વેપારમાં આગળ વધે કે પછી રાજકીય ક્ષેત્રે તે સહન નથી થતું આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં શહેરના વાઘોડિયા મેઇન રોડ પર આવેલા ખટંબા બસ સ્ટેન્ડ નજીક શિવ બંઘલોઝ મા રહેતી નીતુ સિંઘ અભિલાષ દાસ પોતાના પિયરમાં રહે છે અને એક કંપનીમાં સિનિયર રિલેશનશીપ મેનેજર તરીકે ફરજ બજાવે છે તેઓના લગ્ન તા.22-01-2022ના રોજ શહેરના દંતેશ્વર ખાતે રહેતા અભિલાષ સુધીરભાઈ દાસ સાથે પરિવારની ખુશીથી થયા હતા લગ્ન બાદ નીતુ સિંઘ પતિ અને સાસુ સસરા સાથે રહેવા ગ ઇ હતી લગ્નના દસેક દિવસ બાદ તેમની જોબ અમદાવાદ ખાતે બેંકમાં લાગતા તેઓ પતિ સાથે અમદાવાદ રહેવા ગયા હતા જ્યાં પતિ વર્ક ફ્રોમ હોમ કરતા હતા ત્યારબાદ રાબેતામુજબ વડોદરા ઓફિસ જવાનું થતું હોવાથી તેમણે નિતુસિઘને નોકરી છોડી વડોદરા આવવા જણાવ્યું હતું ત્યારે પત્નીએ હમણાં નોકરીમાં માડ સેટ થયા હોય થોડા સમય પછી વિચારવાનું કહેતા પતિ માબહેનના અપશબ્દો બોલી ઝઘડો કરતો અને ક્યારેક ક્યારેક મારપીટ પણ કરતો પરંતુ લગ્નજીવન ટકાવવા નીતુ સિંઘ બધું સહન કરતી ત્યારબાદ પતિની ખુશી માટે તેઓ વડોદરા આવી નોકરી કરવા લાગ્યા હતા અને સાસરીમાં રહેતા એક વાર પત્ની પોતાના ફ્રેન્ડસ સાથે બહાર ગયા ત્યારે પતિ વહેમ રાખી ફોન કરીને અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો આ રીતે એકવાર કારમાં પતિ સાથે બહાર ગયા હતા તે દરમિયાન રસ્તામાં અપશબ્દો બોલી પતિએ પત્નીના હાથમાં બચકું ભરી લેતા સમગ્ર મામલે પત્નીએ સાસુ સસરા ને જણાવતા તેમણે પોતાના પુત્રની તરફેણ કરી હતી.વર્ષ 2022 માં જીમમાં જતાં પતિ પત્ની ના અલગ અલગ સમયે પતિની હરકત બાબતે પત્નીએ પૂછતાં પતિએ ઝઘડો કર્યો હતો મુંબઇ માં નોકરી લાગતાં પતિ પત્ની મુંબઈ રહેવા ગયા હતા જ્યાં નીતુ સિંઘ પ્રેગનન્ટ થતાં મીસકરેજ થયો હતો જેના પગલે પતિએ પત્ની સાથે ઝઘડો કર્યો હતો તા.03-04-2025ના રોજ પતિ સાથે ઉદેપુર ફરવા ગયેલ નીતુ સિંઘને રાત્રે હોટલમાં રોકાયા હતા તે દરમિયાન પતિએ દારુના નશામાં મુંબઈ ની નોકરી છોડી દેવા દબાણ કરી ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી પરિણીતાને બેડ પર ધક્કો મારી ઉપર બેસી જ ઇ ચહેરાના ભાગે આડેધડ મૂક્કા માર્યા હતા જેની સારવાર વડોદરાના સવિતા હોસ્પિટલમાં કરાવી હતી આ સમગ્ર મામલે કંટાળીને એક શિક્ષિત પરિણીતાએ પોતાના પતિ અને સાસુ સસરા વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top