( પ્રતિનિધિ )વડોદરા,તા.1
વડોદરા જિલ્લાના કરજણ ખાતે નેશનલ હાઈવે નં 48 પર કંડારી ગામ પાસે ફરી એકવાર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. હાઇવે પર નાળું બેસી જતાં બનાવવામાં આવેલા ડાયવર્ઝન પર મોટા ખાડાઓને કારણે રસ્તા પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. ટ્રાફિકમાં એક સાથે બે એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. સારવાર માટે જતી એમ્બ્યુલન્સને પણ રાહ જોવી પડી હતી. આ સાથે જ અનેક વાહન ચાલકો પણ અટવાઈ ગયા હતા. ત્યારે, દરરોજ સર્જાતી ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત લોકો તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
વડોદરા શહેર નજીક હાઈવે પર પડેલા ખાડાઓના કારણે દરરોજ ટ્રાફિકજામની સમસ્યા થઈ રહી છે. સપ્તાહમાં સતત છઠ્ઠી વખત ટ્રાફિકજામ થયો હતો. જેના કારણે ઉપરથી પસાર થતાં સંખ્યાબંધ વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓ વેઠવાની નોબત આવી છે. વરસાદને કારણે હાઇવેના માર્ગો ઉપર ઠેર ઠેર મોટા મોટા ખાડા પડવાને કારણે ટ્રાફિકજામ ની સમસ્યા ઉદભવી રહી છે. તેવામાં ફરી એક વખત વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થઈ રહેલા નેશનલ હાઇવે નંબર 48 ઉપર કંડારી ગામ નજીક ટ્રાફિક જામ થયો હતો. હાઇવે પર આવેલ એક નાડુ બેસી જવાના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જોકે આ ડાયવર્ઝન પર જ મોટા મોટા ખાડાઓને કારણે રસ્તા ઉપર વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી. જ્યારે બીજી તરફ ટ્રાફિકમાં એક સાથે બે એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. દર્દીને સારવાર માટે લઈ જતી આ એમ્બ્યુલન્સને ટ્રાફિકજામમાં ફસાઈ જતા બહાર નીકળવા ઘણી રાહ જોવી પડી હતી. જ્યારે બીજી તરફ વાહન ચાલકો પણ અટવાયા હતા. દરરોજની સર્જાતી આ સમસ્યાથી ત્રસ્ત વાહન ચાલકો તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી રહ્યા છે.