Vadodara

નેશનલ હાઇવે 48 પર જાંબુવા બ્રિજ ઉપર કેમિકલ ભરેલા ટેન્કરમાં લીકેજથી ભીષણ આગ

જીઆઇડીસી, પાણીગેટ અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમે પરિસ્થિતિ સંભાળી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.4

વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર જાંબુઆ બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી વેસ્ટ કેમિકલ ભરેલી ટેન્કરમાંથી લીકેજને કારણે ભીષણ આગ લાગી હતી. આગ અડધો કિલોમીટર સુધી રોડ ઉપર પ્રસરી હતી. ટેન્કરમાં રહેલ કેમિકલ લીકેજ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જો કે ત્રણ ફાયર સ્ટેશનની ટીમે સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

વડોદરા ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસને મોડીરાત્રે એક ટેન્કરમાં આગ લાગી હોવાનો કોલ મળતા જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને કાર્યવાહી હાથધરી હતી.

સબ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ટેન્કર પર એઝાર્ડએસ વેસ્ટ કેમિકલ લખેલું હતું. જેની અંદર ફાયર થઈ હતી. આ આગ લગભગ અડધો કિલોમીટરથી સ્પ્રેડ થઈને આગળ આવી છે. કોઈ જગ્યાએ લીકેજ હશે અને આ લીકેજના કારણે ચાલુ લીકેજમાં આગ સાથે થોડી પુલ ઉપર આવી ગઈ હતી. વડોદરા ફાયર સર્વિસને જાણ થતા જીઆઇડીસી ફાયર સ્ટેશન પાણીગેટ અને દાંડિયા બજારની ટીમને તાત્કાલિક ઘટના સ્થળ પર બોલાવી એની જે ફ્રેમ હતી એ સંપૂર્ણપણે કટ કરી દીધી હતી અને કુલિંગની કામગીરી કરી પરિસ્થિતિ સંભાળી લીધી હતી.

આ આગ ધીમે ધીમે સળગે. અમુક કેમિકલ અમુક રિએક્ટર્સ જેવા હેઝાર્ડએસ કેમિકલ્સ હોય જે એક્સપ્લોઝિવ પણ હોય હેવી ફ્લેમ પણ હોય એટલે ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક આવીને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી ચાલુ કરી દીધી હતી. ફ્રેમ જે કટ ઓફ કરવાની પરિસ્થિતિ હતી.. ત્યારે ખબર પડી કે ઉપરથી ફ્લેમનું લીકેજ છે. એટલે ત્યાંથી કટ ઓફ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ઘણી બધી એવી ઘટનાઓ હોઈ શકે છે કે, જેની અંદર ફ્લેમનું ફાયર સર્વિસ પહોંચતા પહેલા એ ફ્લેમની ડેન્સિટી એટલી હાઈ લેવલની હોય છે કે, તે તાત્કાલિક એક વિકરાળ સ્વરૂપ પકડી લે છે. સ્થળ પર કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, તેના ડ્રાઇવર અને કોર ડ્રાઇવર અને આજુબાજુના જે પણ વ્યક્તિઓ છે તેમને સરળતાથી હટાવી દીધા હતા. એટલે કોઈ પ્રકારની જાનહાની થઈ નથી બધા સુરક્ષિત છે આગ સંપૂર્ણ કંટ્રોલ કરી લીધી હતી.

Most Popular

To Top