Vadodara

નેશનલ હાઇવે 48 પર કન્ટેનર અને ટ્રક અથડાતાં, ડ્રાઇવર – ક્લીનર ફસાયા

નેશનલ હાઇવે નંબર ૪૮ પર ભરૂચ – વડોદરા ટ્રેક પર થયો ગોઝારો અકસ્માત

વડોદરા કરજણ પાસે ભરૂચ વડોદરા ટ્રેક પર વહેલી સવારે હલવર્દા ગામ પાસે બે હેવી કન્ટેનર ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં પાછળથી કન્ટેનર ટ્રક બીજા ટ્રક સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ટ્રકની કેબિનમાં ડ્રાઈવર અને ક્લીનર ફસાયા હતા. કરજણ પોલીસને જાણ થતાં કરજણ પોલીસ અકસ્માતની જગ્યા પર દોડી આવી હતી. કરજણ પોલીસે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ અને એમબ્યુલાન્સ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી.
કરજણ ફાયર વિભાગના ફાઇટરોએ વેક્યુમ સહિત અત્ત્ય આધુનિક સાધનોથી ટ્રકની કેબિનમાં ફસાયેલા ડ્રાઈવર અને ક્લીનરને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ બંને ઘાયલોને ૧૦૮ એમબ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Most Popular

To Top