Vadodara

નુર્મના આવાસોમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર

માત્ર બાર વર્ષ પેહલા બનેલા BSUP આવાસો જર્જરિત થઇ ગયા.

વિપક્ષના નેતાના પાલિકા સત્તાધીશો અને કોન્ટ્રાકટરના મીલીભગત ના આક્ષેપો

વડોદરા મહાનગર પાલિકા દ્વારા જામ્બુવા બીએસયુપીના આવાસ યોજનાના રહીશોને રીપેરીંગ અને દુરસ્તી કરવાની નોટીસ આપી આ યોજનાના જવાબદાર લોકોને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેની સામે કોંગ્રેસનો સખ્ત વાંધો છે. આ આવાસ યોજનાના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપી આ જગ્યાએ નવા આવાસો બનાવી તેમને ફાળવવી આપવાની પુનઃ માંગણી.વિપક્ષ્ણન નેતા દ્વાર કારમાં આવી હતી.

જામ્બુવાના રે.સ.નં.૬૭, ૭૬, ૮૩ પર બીએસયુપી. યોજના અંતર્ગત ૯૨૮ આવાસો બાંધીને ફાળવી આપવામાં આવેલા છે અને આ પૈકી ના ૩૫૮ આવાસોને જર્જરીત જાહેર કરી પાણી અને ડ્રેનેજ ના કનેકશન કાપી નાંખવામાં આવેલા છે. બે દિવસ પૂર્વે આ આવાસો પૈકી એક આવાસની છત ખરી પડી અને તેના કારણે એક મહિલાનું મૃત્યુ થયું આ સમાચાર બહાર આવતાની સાથે જ જીઇબી દ્વારા લાઇટ કનેકશન કાપવાની તજવીજ હાથ ધરવામાં આવેલ હતી. અમાનુષી કૃત્ય સામે કોંગ્રેસ પક્ષ દ્વારા ગઇ કાલે આવેદનપત્ર આપી આ તમામ આવાસ ધારકોને વડોદરા મહાનગરપાલિકા દ્વારા રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા સત્વરે આપવા તથા આ જ જગ્યાએ હયાત જર્જરીત સ્ટ્રકચરોને દૂર કરી નવેસરથી આવાસ બનાવી તેઓને આવાસ ફાળવવાની માંગણી કરેલ હતી. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે તા.૦૪-૦૭-ર૦૨૪ ના રોજ તમામ આવાસ ધારકોને નોટીસ આપી સ્ટ્રકચર નિષ્ણાંતની મદદ લઇને તેમના સૂચવ્યા પ્રમાણે જરૂરી મેન્ટેનસ અને દુરસ્તી તરત કરાવવું અને સદર આવાસ રહેવા લાયક હોવાનું સ્ટ્રકચર સ્ટેબીલીટી મેળવી આવાસમાં વસવાટ કરાશે તેમ જણાવામાં આવ્યું. ત્યારે અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે, વડોદરા મહાનગરપાલિકા આ યોજનાના પીએમસી, ટીપીઆઇ કોન્ટ્રાકટર અને સંલગ્ન અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. અને વડોદરા મહાનગરપાલિકા તેની જવાબદારીમાંથી છટકી રહી છે.
સને ૨૦૦૯ માં આ આવાસોના વર્કઓર્ડર આપવામાં આવ્યા. સને ૨૦૧૨ માં આ આવાસનું બાંધકામ પૂર્ણ થતા તેને ફાળવવામાં આવ્યા હતા. અને આ આવાસો વડોદરા શહરેના વિવિધ સ્લમમાં રહેતા લોકોને ફાળવવામાં આવ્યા.
બી.એસયુપી.નો મુખ્ય ઉદ્દેશ ઇન સ્વીપ ડેવલપમેન્ટ નું હતુ જેનાથી તેઓની રોજીરોટી છીનવાય નહી. પરંતુ ગામની ભાગોળે આવાસો બનાવીને આ તમામ લોકોની રોજરોટી વડોદરા મહાનગરપાલિકાએ છીનવી લીધી છે.
સને ૨૦૧૨ માં આવાસની ફાળવણી બાદ તુરંત જ પહેલા વરસાદમાં સીલીંગમાંથી પાણી ટપકવાનું શરૂ થયું અમે તે બાબતે વિરૂધ્ધ નોંધાવ્યો ત્યારે હાઉસીંગના અધિકારીઓએ કબુલ્યુ કે, વોટર પ્રફુંગની આઇટમ અમે ટેન્ડરમાં લીધી નથી.
જોત જોતા ૫ વર્ષમાં તો આ આવાસો જર્જરીત અવસ્થામાં હોય તેવું દેખાવા લાગ્યું તત્કાલિન મ્યુ.કમિ.શ્રી ભાદુ સાહેબે સને ર૦૧૯ માં માણેજા, જામ્બુવા અને કિશનવાડીના બીએસયુપીના આવાસોનો સ્ટ્રકચર સ્ટેબીલીટીનો રીપોર્ટ કરાવેલ જે આજદિન સુધી સામાન્ય સભામાં રજુ થયો નથી. એટલું જ નહી પરંતુ આ સ્ટ્રકરચ સ્ટેબીલીટીના સંદર્ભે જે કાંઇ તારણ આવેલ હોય તે પ્રમાણે વડોદરા મહાનગરપાલિકાએ મેન્ટેનન્સનું કામ કરેલ છે કે, કેમ તેની પણ જાણ કોઇને છે નહી. કરેલ હશે છે કે કેમ? તે પણ એક પ્રશ્ન છે.
આજે ફકત ૧૨ વર્ષમાં જ આ ઘરોને નિર્ભયતાની નોટીસ આપી પાણી-લાઇટ-ડ્રેનેજ લાઇન બંધ કરીને આ ગરીબોને રસ્તા પર મુકી દીધા છે.

વધુમાં જણાવતાં વિપક્ષના નેતા અમીબેન રાવતે કહ્યુ હતુ કે વડોદરા મહાનગર પાલિકા દ્વારા આ ભ્રષ્ટાચાર આદરી હલકી ગુણવત્તાવાળા આવાસો બનાવ્યા છે. તેના માટે જવાબદાર પીએમસી, ટીપીઆઇ, કોન્ટ્રાકટર અને જવાબદાર અધિકારીઓ સામે પગલા ન લઇ તેમને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, આજની નોટીસ ઉ૫રથી એવુ ફલીત થાય છે કે કોર્પોરેશન તેની જવાબદારીમાંથી છટકી રહી છે. તેથી જ આવાસ ધારકોને નોટીસ આપી, સ્ટ્રકચરના નિષ્ણાંતોની મદદ લઇ જરૂરી રીપેરીંગ કરાવવાની વાત કરી છે.
ત્યારે અમો આપશ્રીને એ પ્રશ્ન પુછવા માંગ્યે છે કે,

  • બીએસયુપીના રૂલ્સ પ્રમાણે હાઉસ ટેકસના ૧૨ રીવોલ્વીંગ ફંડ રાખવાનું હતું તે રીવોલ્વીંગ ફંડ કેટલું છે અને કયા જમા છે? અમો નથી માંનતા કે આ ફંડનો ઉપયોગ કરીને ત્યાં મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હશે.
    *અમારી અને ત્યાંના સ્થાનિક રહીશોની બે-બે રજુઆત પછી આજદિન સુઘી હલકી ગુણવત્તાનુ બાંઘકામ, પ્રોજેકટ દરમ્યાન અઘિકારીઓની નિષ્કાળજી અને ભ્રષ્ટ્રાચારને ઘ્યાનમાં રાખી તેઓની સામે તથા પીએમસી અને ટીપીઆઇની સામે શું કાર્યવાહી કરી છે ? તે બાબત લેખીતમાં પુરાવા આ૫વા વિનંતી છે.
    *અત્યંત ગરીબ કુટુંબને ઘંઘો રોજગાર છીનવી ગામના છેવાડે આવસો આ૫વામાં આવ્યા, ત્યાંના રહીશોના મોટા ભાગના લોકો પાસે રાંઘણગેસ ખરીદવાના ૫ણ પૈસા નથી હોતા, જે બેન મરણ પામ્યા તે બહેન ચુલ્હા ૫ર રસોઇ બનાવતા હતા. તો આ ગરીબ લોકો કોર્પોરેશનના પાપે બેઘર થયા છે, તેમની પાસે સ્ટ્રકચર સ્ટેબીલીટી રીપોર્ટ કાઢવા નોટીસ આપી પોતે જવાબદારીમાં છટકવાની પેરવી કરી રહયા છે તેને અમો વખોડીએ છીએ. આ૫શ્રીને પુછવા માંગુ છું કે આ ગરીબ લોકોને મકાન દુરસ્તીના પૈસા કયાંથી લાવશે અને તે આ ખર્ચો શુ કામ ભોગવે ?
    *આ જે મકાનો બન્યા તેની ડીઝાઇ ઇજારદાર ઘ્વારા કરવામાં આવેલી છે અને પીએમસી ઘ્વારા મંજુર કરવામાં આવી હતી, તો શું આ૫શ્રીએ પીએમસી પાસે આ મકાનોની લાઇફ કેટલી છે તે અંગે લેખીતમાં સ્પષ્ટતા લીઘી છે ? આ બાબતે તાત્કાલિક ખુલાશો થવો જોઇએ.
  • શું આ મકાનો ૧૦ વર્ષ માટે બનાવવામાં આવ્યા હતા ?

Most Popular

To Top