( પ્રતિનિધી )વડોદરા,તા.31
વડોદરા શહેરના રેલ્વે સ્ટેશનથી પ્રિયા ટોકીઝ તરફ જઈ રહેલી એક ઓટો રીક્ષા અને કાર વચ્ચે નીલાંબર સર્કલ પાસે સિગ્નલ ખુલતાજ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.જ્યારે રિક્ષાને ભારે માત્રામાં નુકસાન થયું હતું.

વડોદરા શહેરના રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ચાલક કામરણભાઈ નીલાંબર સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કાર અને તેમની ઓટો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઓટો રીક્ષાનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં ચાલકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક તેમને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા ગોત્રી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી. કાર ચાલક સામે બેદરકારી પૂર્વક ડ્રાઇવિંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જ્યારે ઓટો રીક્ષા ચાલકે નુકસાન થયું એ કારચાલક ભરપાઈ કરી આપે તેવી માંગણી કરી હતી.રીક્ષા ચાલકના કહ્યા મુજબ સિગ્નલ ખાલી સાઈડે ખુલતા આગળ પસાર થઈ રહ્યો હતો. જ્યારે કારચાલક જે તરફ જઈ રહ્યો હતો. તેનું સિગ્નલ બંધ હતું અને ફુલ સ્પીડેથી આવી રહ્યો હતો જેણે પાછળથી મારી રિક્ષાને ટક્કર મારી હતી.