વડોદરા: વડોદરા શહેરમાં પાલિકા અને વિદ્યુત વિભાગ દ્વારા પ્રિ મોન્સુન કામગીરીમાં ઉતરાયેલી વેઠથી લોકો ત્રસ્ત છે. ત્યારે વડોદરામાં વિદ્યુત વિભાગ દ્વારા વીજ વાયરો કરંટ લગતા મોતના બનાવમાં આજે બીજો બનાવ થવા પામ્યો હતો. જેમાં બે નિર્દોષ મૂંગા પ્રાણીનો ભોગ લેવાયો હતો
શહેરના પશ્ચિમ વિસ્તારમાં નીલાંબર ચેમ્બર ચાર રસ્તા પાસેની ગલીમાં MGVCLની પ્રિમોનસુન કામગીરીમાં ઘોર બેદરકારીના કારણે બે ભેસના કરુણ મોત નીપજતા પશુ પ્રેમીઓ સહિત શહેરીજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.
ઉલ્લેખનીય છે કે વરસાદની મોસમ અગાઉ એમજીવીસીએલ દ્વારા કરાતી પ કામગીરીમાં વૃક્ષનું ટ્રીમીંગ, લટકતા કેબલો સહિત વિવિધ ચેકિંગ કરવાનું હોય છે. ભયજનક જગ્યાઓએ પ્રિ-મોનસુન કામગીરીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે કામગીરી કરવાની હોય છે. જો આવી કામગીરી કરવામાં ન આવે તો ક્યારેક વીજ કરંટ પણ ઉતરતા મોટી જાનહાની થઈ શકે છે. આવી જ એક કરુણ દુર્ઘટના શહેરના – પશ્ચિમ વિસ્તારમાં આવેલા નીલાંબર ચેમ્બર પાસેની ગલીમાં સર્જાઇ હતી. જ્યાં વીજ કરંટથી બે ભેસના કરુણ મોત નીપજ્યા છે. આમ MGVCLની ઘોર બેદરકારીના કારણે બે ભેસના કરુણ મોત નીપજતા પશુ પ્રેમીઓ અને શહેરીજનોમાં રોષ ફેલાયો છે.