

જાણીતા ડાન્સર તરીકે ઓળખાતા રિતુ ગુપ્તા દ્વારા વડોદરાના નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે એક વિશેષ ડાન્સ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ડાન્સ પ્રોગ્રામમાં ફિટનેસ અને કલાત્મક અભિવ્યક્તિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ ડાન્સ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત દર્શકોએ ઉત્સાહપૂર્વક વધાવી લીધી હતી.
રિતુ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડાન્સ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ભાગ લેનારાઓમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર માહોલ આનંદમય બન્યો હતો. નીરુની યોગ કુશળતાથી પ્રભાવિત થઈ આ વર્કશોપ યોજાયો હતો.
રિતુ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડાન્સ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ભાગ લેનારાઓમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર માહોલ આનંદમય બન્યો હતો.