Vadodara

નિયમોનો ભંગ: બે મહિના ગેરહાજર રહેતા VMC સ્થાયી સમિતિમાંથી ભાજપના કોર્પોરેટર બંદીશ શાહ આઉટ!

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ની સ્થાયી સમિતિ ના સભ્ય પદેથી ભારતીય જનતા પાર્ટી ના મ્યુનિસિપલ કોર્પોરેટર બંદીશ શાહનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, મ્યુનિસિપલ સેક્રેટરી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, જેનું મુખ્ય કારણ બંદીશ શાહનું સમિતિની બેઠકોમાં છેલ્લા બે મહિનાથી સતત ગેરહાજર રહેવું છે.
મ્યુનિસિપલ સેક્રેટરીએ આ અંગે જણાવ્યું હતું કે, “સ્થાયી સમિતિની બેઠકમાં કોઈ પણ સભ્ય બે મહિનાથી સતત ગેરહાજર રહે તો નિયમો અનુસાર તેમનું પદ રદ થાય છે.”

કોર્પોરેટર બંદીશ શાહનો ખુલાસો
​ભાજપના મ્યુનિસિપલ કોર્પોરેટર બંદીશ શાહે તેમના પદ રદ થવા અંગે પ્રતિક્રિયા આપતા સ્પષ્ટતા કરી હતી કે, “હું મારા પિતાની નાદુરસ્ત તબિયત ના કારણે છેલ્લા બે મહિનાથી સમિતિની બેઠકોમાં હાજર રહી શક્યો નહોતો.”સ્થાયી સમિતિમાં એક મહત્વપૂર્ણ સભ્યના પદ રદ થવાના આ નિર્ણયથી VMC અને ભાજપના રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.

Most Popular

To Top