વાઘોડીયા તાલુકાના નિમેટાગામ પાસે આવેલ કાચબનાવવાળા ગોડાઊનમા અતુલકુમાર રાજેશભાઇ હરીજન ઉ.વ.૨૧ હાલ રહે. ગણેશનગર ઝુપડ પટ્ટી ડભોઇ રોડ સોમાતલાવ વડોદરા મુળ રહે.બલુવા પો.મિરશાદપુર તા.બદલાપુર જી.જોનપુર (યુ.પી) નાઓ વાઘોડિયા તાલુકાના નીમેટા ગામ નજીક આવેલા મિતેશભાઇ બીપીનચંન્દ્ર દલાલઓના લેબોરટીમાં ઉપીયોગ થતા કાચ બનાવવાળા ગોડાઉનમા ફેબ્રીકેશનનુ કામકાજ ચાલતુ હતુ.આ કામ દરમ્યાન લોખંડના થાબલા ઉપર ચડી લોખંડના થાબલાની ઉચાઇ વધારવાનુ ફેબ્રિકેશનનુ કામ કરતા અતુલનુ અચાનક બેલેન્સ બગડતા લોખંડના થાભલા ઉપરથી નીચે પટકાયો હતો.જેના કારણે અતુલને માથાની પાછળ ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પીટલ ખસેડાયો હતો, જોકે સારવાર દરમ્યાન અતુલ મરણ પામ્યો હતો.ઘટના અંગેની જાણ વાઘોડિયા પોલીસને કરાતા અકસ્માતે ગુન્હો નોંઘી વધુ તપાસ હાથ ઘરી છે.
નિમેટામાં ફેબ્રિકેશનનું કામ કરવા થામલાં પર ચડેલા યુવકનું નીચે પટકાતા મોત
By
Posted on