Vadodara

નિઝામપુરા વિસ્તારમાં પ્રગટ થયો વિશાળકાય ભુવો, તંત્રની કામગીરી પર ઉઠી રહ્યા છે અનેક સવાલો


પ્રતિનિધિ, વડોદરા, તા. ૨૨
વડોદરા શહેરને મળેલ ભુવાનગરીનું ઉપનામ સાર્થક થતું હોય તેવા દ્રશ્યો રોજરોજ સામે આવી રહ્યા છે. શહેરના નિઝામપુરા બસ ડૅપો મુખ્ય માર્ગ પર આવાં જ દ્રશ્ય જોવા મળ્યા હતાં. એક વિશાળકાય ભુવાએ એવી રીતે જન્મ લીધો હતો કે ત્યાંથી પસાર થતાં નાગરિકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો. અને મહાકાય ભુવાને કારણે કોઈ રાહદારીને અકસ્માત નડે તો નવાઈ નહીં.
આ અગાઉ ૪ દિવસ પહેલાં જ કારેલીબાગ વિસ્તારમાં પણ રસ્તા પર ભૂવાએ નાગરિકોને દર્શન આપ્યાં હતાં. પરંતુ વડોદરા મહાનગરપાલિકાની આંખો ત્યારે જ ખૂલે છે જ્યારે કોઈ મોટી ઘટના બનતી હોય છે. વડોદરા કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા આ પ્રકારના તકલાદી કામોને લીધે અને તંત્રની બેદરકારીને લીધે જ આ પ્રકારના ભુવા રસ્તાઓમાં પડતા હોય છે એવું કહી શકાય.

Most Popular

To Top