Vadodara

નારેશ્વર નર્મદા નદીમાં કરજણ તાલુકાના બે યુવાન ડૂબ્યા


કરજણ તાલુકાના નારેશ્વર ખાતે નર્મદા નદીમાં કરજણ રારોદ ગામનાં બે યુવાન નર્મદા નદીમાં નહાવા ગયા હતા અને ઊંડાણ સુધી જતા બંને યુવાન તણાઈ ગયા હતા. ત્યારબાદ તે બંનેનો પતો નાં મળતા સ્થાનિકો એ શોધખોળ શરુ કરી હતી.
બપોરના સમયે બે મિત્રો નદીમાં સ્નાન કરતાં હતાં. જ્યારે અન્ય નદી કિનારે બેસીને ભોજન કરતાં હતાં. તેવામાં નદીમા સ્નાન કરતા બંન્ને મિત્રો નદીમાં અચાનક ડુબતાં બુમાબુમ કરી મુકી હતી. જોકે સ્થાનિક તવૈયાઓએ ખૂબ શોધખોળ કરી છતાં યુવકો ના દેખાતા નદીના ઉડા પાણીમાં ગરક થઇ જતાં લાપતા બન્યા હતા. હાલમાં સ્થાનિક તરવૈયા તેની શોધખોળ કરી રહ્યા છે.
વડોદરા કરજણ રરોદ ખાતે રહેતો હર્ષિલ સતીષભાઈ વસાવા ઉં વર્ષ ૨૦,તથા તેનો મિત્ર પિયુષ લાલજીભાઈ વસાવા ઉ વર્ષ ૧૭ કરજણ રારોદ થી નારેશ્વર ખાતે નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ગયા હતાં. રવિવાર હોવાથી નર્મદા નદીમાં સ્નાન કરનારાઓની સંખ્યા વધે છે. જેમાં બપોરે ૧ વાગ્યે બધા નદીમાં સ્નાન કરતાં હતા . એવામાં બચાવો બચાવોની બુમ પડતા લોકો દોડીને નદી પાસે ગયા હતાં. આ જોઇને જમવા બેઠેલા સેહલાનીઓ પણ નદી કિનારે પહોંચી ગયા હતાં. જેમાં સ્થાનિક તરવૈયા નાવડીવાળાએ તપાસ કરી હતી પરંતુ નદીના ઉડા પાણીમાં ડુબી જતા સ્થાનિક તરવૈયાઓ તેની શોધખોળ કરી રહ્યા હતાં. હાલમાં બંને લાપતા છે. જ્યારે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યૂલન્સના તૈયાર રાખવા માં આવી હતી.

Most Popular

To Top