પ્રતિનિધિ જાંબુઘોડા
જાંબુઘોડા તાલુકાના નારુકોટ ગામ પાસેથી મળેલી એક અસ્થિર મગજની કિશોરીનું પોલીસે પરિવાર સાથે મિલાપ કરાવ્યુ હતું.
જાણવા મળ્યા મુજબ જાંબુઘોડા હાલોલ નેશનલ હાઇવે રોડ ઉપર જાંબુઘોડા પોલીસ સ્ટેશનના PI એમ.જી.વસાવા તેમના પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન નારુકોટ ગામ પાસે એક કિશોરી લધર વધર હાલતમાં રોડ ઉપર ચાલતી જતી હતી. જ્યારે જાંબુઘોડા પોલીસ પેટ્રોલિંગ માં થી પરત ફરતા નારુકોટ ગામ પાસે તે કિશોરીને રોડ ઉપર બેઠેલી જોતા તેની પાસે જઈ પુછપરછ કરતા તે માનસિક રિતે અસ્થિર જણાઈ આવતા તેને પોલીસે પ્રેમપુર્વક શાંતીથી પુછતા પોતે છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના બોબડાકુવા ગામની હોવાનુ જણાવ્યું હતું. કિશોરી ના ફોટા પાડી સોશિયલ મિડીયા મારફતે બોબડાકુવા ગામે સંપર્ક કર્તા કિશોરી કુંતાબેન પ્રતાપભાઈ નાયક ઉમર વર્ષ ૧૭ રહે.બોબડાકુવા તા.બોડેલી જી.છોટાઉદેપુર ની હોવાની માલુમ પડતા જેથી તેના પરિવારજનોને સંપર્ક કરી જાંબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેના પરિવારજનો સાથે મિલાપ કરાવી દીધું હતું. કિશોરી કુંતાબેન અસ્થિર મગજ હોવાથી તેઓ વહેલી સવારે સાત વાગ્યાની આસપાસ ઘરેથી નિકળી ગઈ હોવાનુ જાણવા મળ્યું હતુ. જ્યારે જાંબુઘોડા પોલીસે કિશોરી કુંતાબેન પ્રતાપભાઈ નાયકને તેના પરિવારજનો ને સોપી પ્રશંસનીય કામગીરી કરી હતી.