Vadodara

નારીવંદના કાર્યક્રમમાં મહિલાઓને સુરક્ષા સંદર્ભે બાપોદ અભયમ દ્વારા માર્ગદર્શન….

મહિલાઓ અને યુવતીઓને શારીરિક, માનસિક અને જાતિય સતામણી,છેડતી, ઘરેલું હિંસા, બિનજરૂરી કોલ મેસેજ થી હેરાનગતિ જેવાં વિવિધ પ્રકારની હેરાન ગતિમાં 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરવા અનુરોધ કરવામાં આવ્યો.

સયાજીપુરા ગામમાં મહિલા જાગૃતિ માટે રેલી દ્રારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો

મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા નારી વંદના કાર્યક્રમ અંતર્ગત મહિલાઓ ને જાગૃતિ મળી રહે તે માટે અઠવાડિયા દરમિયાન વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ છે.અભયમ 181 મહિલા હેલ્પ લાઇન બાપોદ દ્વારા માણેકરાવ પ્રાથમિક શાળા આજવા રોડ તથા સયાજીપુરા આંગણવાડીમાં સગર્ભા મહિલાઓને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ.ઉપસ્થિત મહિલાઓ અને યુવતીઓને શારીરિક, માનસિક અને જાતિય સતામણી,છેડતી, ઘરેલું હિંસા, બિનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિ જેવાં વિવિધ પ્રકારની હેરાન ગતિમાં 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરવા અનુરોધ કરવામાં આવ્યો .
181 મહીલા હેલ્પ લાઇન વિના મૂલ્યે 24*7.સેવાઓ આપે છે
સરકારની વિવિધ મહિલા લક્ષી યોજનાઓની પ્રાથમિક જાણકારી પણ આપવામાં આવી હતી. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ગુડ ટચ બેડ ટચ વિશે સમજ આપવામાં આવી હતી. એ સિવાય મહિલાના સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો અંગે તથા મહિલાઓ, યુવતીઓ સગર્ભા મહિલાઓ સ્વસ્થ રહે એ માટે સયાજીપુરા ગામમાં મહિલા જાગૃતિ માટે રેલી દ્રારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો જેમા મહીલાઓ, યુવતીઓ અને વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

Most Popular

To Top