વર્ષ 2020-22ના સમયગાળા દરમ્યાન એક કરોડ બાર લાખ જેટલી માતબર રકમ આરોપીઓએ ફરિયાદી પાસેથી ઉછીના લઇ પરત ન આપી વિશ્વાસઘાત કર્યો હતો
સુનાવણી દરમિયાન આરોપીઓના વકીલ પર ગંભીર આક્ષેપો થતા વકીલ છૂટા થયા અને નવા વકીલ હાજર થયા*
(પ્રતિનિધિ) વડોદરા તા.26
વડીલોપાર્જિત મિલકતમા દીવાની કેસ ચાલી રહ્યો હોય તે દીવાની , ફોજદારી કેસના નિકાલ તથા કાયદાકીય પ્રક્રિયા માટે ફરિયાદી રાજકુમાર પિલ્લાઈ પાસેથી જજને પોતાની ફેવરમાં ચૂકાદો આવે તે માટે રકમ આપવા ઉછીના નાણાંની જરૂર હોવાનું તથા મિલકત વેચાણ બાદ રૂપિયા પરત આપવાની વાત કરી નારાયણ જ્વેલર્સના વેપારી ધનંજય હરીશભાઇ ચોક્સી તથા એડવોકેટ દ્વારા ફરિયાદી પાસેથી રૂ.એક કરોડ બાર લાખ રૂપિયા જેટલી માતબર રકમ મેળવી રૂપિયા પરત ન આપી છેતરપિંડી કરવામાં આવી હતી.બીજી તરફ આ મિલ્કતમાં પાવર ઓફ એટર્ની નો દૂરપયોગ કરી પિતાએ પુત્રના નામે મિલકત કરી આપતા સમગ્ર મામલે પિતા પુત્ર સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી જેમાં પોલીસે સજાપાત્ર ગુનો હોવા છતાં આરોપીઓની ધરપકડ કરી ન હતી અને ફરિયાદી સામે ખોટી ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે વકીલે ફરિયાદી સમક્ષ દેખાવ કર્યો હતો કે તે આરોપી ધનંજય ચોક્સી સાથે નથી પરંતુ ત્યારબાદ ખબર પડી કે બંને સાથે જ છે આ કેસમાં ગોત્રી પોલીસે છ વર્ષ બાદ આરોપી પિતા પુત્રની ધરપકડ કરી હતી આ કેસમા એડવોકેટ હિતેશ ગુપ્તા અને સરકારી વકીલ એસ.પી.દેસાઇની દલીલોને ગ્રાહ્ય રાખી કેસની ગંભીરતા જોતાં કોર્ટ આરોપીઓના જામીન અરજી નામંજૂર કરી છે.
આરોપી હરીશ ચોક્સી દ્વારા કુલમુખત્યાર પત્રનો દુરોપયોગ કરી પુત્ર ધનંજયના નામે કરોડોની પારિવારીક મિલકત તબદીલ કરી હતી જે બાદ પોલીસ દ્વારા ગુનો રજિસ્ટર ના કરતા ફરિયાદી રમાકાંત ચોકસી દ્વારા કરેલી રિટમાં 2019માં હાઇકોર્ટના આદેશથી નોંધાયેલ ફરિયાદમાં આરોપીઓની ધરપકડ થઈ ન હતી.કોઈ કોર્ટમાંથી આરોપીઓને કોઈ રાહત મળેલી ન હોવા છતાં પોલીસની પકડથી આરોપીઓ દૂર હતા.
ગોત્રી પોલીસ દ્વારા 20-09-2025ના રોજ છ વર્ષ બાદ આરોપીઓ પિતા-પુત્રની ધરપકડ કરી હતી. જે બાદ આરોપીઓએ પોલીસ કાર્યવાહી સામે આક્ષેપો કર્યા હતા. સમગ્ર મામલે મેજિસ્ટ્રેટ સૌમ્યા રાયની કોર્ટમાં સરકારી વકીલ એસ.પી.દેસાઈ અને ફરિયાદી તરફે હિતેશ ગુપ્તાની દલીલો ધ્યાને લઈ, ગુનાની ગંભીરતા જોતા બંને જામીન અરજીઓ રદ્દ થતા પિતા-પુત્ર આરોપીઓ હરીશ ચોક્સી અને ધનંજય હરીશ ચોક્સીની મુશ્કેલી વધી છે.