ગંભીરા બ્રિજ દર્ઘટનાને પગલે બેદરકારી દાખવનાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા પછી રાજ્યના માર્ગ અને મકાન વિભાગે નવા બે અધિકારીઓની નિમણૂક કરી છે. વર્ગ-1ના અધિકારી કૌશલ બ્રહ્મભટ્ટને અમદાવાદથી બદલી કરીને વડોદરા જિલ્લા માર્ગ વિભાગમાં મોકલાયા છે. જ્યારે વર્ગ-2ના અધિકારી અક્ષયકુમાર જોષીની ડભોઈથી બદલી કરીને પેઇંગ વિભાગ-1, વડોદરામાં નિમણૂક કરાઈ છે. બંનેને તરત જ નવી જગ્યાએ હાજર થવા અને ઇમેઇલ દ્વારા હાજરીની જાણ કરવી ફરજિયાત છે. આ બદલી તાત્કાલિક અસરથી અમલમાં આવી છે. સરકારે આ બદલી નિયમિત વહીવટી પ્રક્રિયા મુજબ કરવામાં આવી હોવાનું કહ્યું છે.
