Vadodara

નામાના મૂળતત્વોના પેપરમાં સારો સ્કોર કરવા એજ્યુકેશન એક્સપર્ટની સલાહ

પાઠ્યપુસ્તક અને છેલ્લા પાંચ વર્ષના પેપરનો મહત્તમ મહાવરો કરી વધુમાં વધુ માર્કસ મેળવી શકાશે :

( પ્રતિનિધિ )વડોદરા,તા.12

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચાલી રહેલી પરીક્ષામાં આગામી 17 માર્ચે ધો.12 સામાન્ય પ્રવાહમાં નામાંના મૂળ તત્વોની પરિક્ષા લેવાશે. ત્યારે, આ પેપરમાં સારો સ્કોર કેવી રીતે કરી શકાય જેને લઈ વિદ્યાર્થીઓ માટે ખાસ ટિપ્સ આપવામાં આવી છે. સબ્જેક્ટ એક્સપર્ટ રવિ વઢવાણાએ વિદ્યાર્થીઓ સારા માર્ક્સ મેળવી શકે તે માટે ખાસ ફોર્મ્યુલા આપતા જણાવ્યું હતું કે, એકાઉન્ટ પાઠ્યપુસ્તક અને બોર્ડમાં પુછાયેલા છેલ્લા પાંચ પેપરનો મહત્તમ મહાવરો કરવો, વિભાગ એ અને બી, એમસીક્યુ અને એક વાક્યમાં જવાબ, પાઠયપુસ્તક અને બોર્ડના છેલ્લા પાંચ પેપરના પ્રશ્નો, વિભાગ સી અને ડી, ભાગીદારી વિષય-પ્રવેશ, પાઘડી, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન, ભાગીદારી પેઢીનું વિસર્જન, ડિબેન્ચર્સ, ગુણોત્તર પ્રમાણ, પાઠયપુસ્તકના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ, વિભાગ ઇ,નવા ભાગીદારનો પ્રવેશ, શેર મૂડીના વ્યવહારો, પાઠ્યપુસ્તકના ઉદાહરણ, સ્વાધ્યાયના દાખલાઓ, બોર્ડના, છેલ્લા પાંચ પેપર વિભાગ એફ, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ, કંપનીના વાર્ષિક હિસાબો, પાઠ્યપુસ્તકના ઉદાહરણ, સ્વાધ્યાયના દાખલાઓ, બોર્ડના છેલ્લા પાંચ પેપર , વિદ્યાર્થીઓએ માત્રને માત્ર પાઠ્યપુસ્તક તેમજ બોર્ડમાં પુછાયેલા છેલ્લા પાંચ પેપરનું મહત્તમ મહાવરો કરી વધુમાં વધુ માર્કસ મેળવી શકાશે. વિદ્યાર્થી મિત્રો દર્શાવેલ પ્રકરણ જેટલા જ પ્રકરણ તૈયાર કરશે તો મહત્તમ માર્કસ મેળવી શકશે.

શેર બજાર માટેના ડિમેટ એકાઉન્ટ, ડિબેન્ચર્સ ડિવિડન્ડ જેવા સરળ પ્રશ્નો પૂછાયા :

આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એસપીનું પેપર હતું.પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ ઉત્સાહમાં આવ્યા હતા. વિભાગ A માં સરળ એમસીક્યુ રહ્યા હતા. શેર બજાર માટેના ડિમેટ એકાઉન્ટ, ડિબેન્ચર્સ ડિવિડન્ડ જેવા સરળ પ્રશ્નો અને વિભાગ F માં બેન્ક ઓફ ઈન્ડિયાના કોઈ કર્મચારી દ્વારા ખાતાધારક સાથેના અસભ્ય વર્તનો પર ફરિયાદ કરતા પત્ર જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. : રવિ વઢવાણા , એજ્યુકેશન એક્સપર્ટ

Most Popular

To Top