Vadodara

નાગરવાડામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ

એક તરફ શહેરમાં પીવાના પાણીની મોકાણ, બીજી તરફ લાઇનમાં ભંગાણથી રસ્તા પર નદી વહી

શહેરના નાગરવાડા વિસ્તાર માં ગેસલાઈનનું અંડર ગ્રાઉન્ડ કામ કરવા માટે ખોદકામ કરવા માં આવ્યું હતું. જેથી બાજુમાંથી પસાર થતી પાણીની પાઇપમાં ભંગાણ થયું હતું. જેના કારણે પાણીની પાઇપ લીકેજ થતાં વિસ્તારમાં પાણીની રેલમ છેલ જોવા મળી હતી. ડોકટરોએ કોરોના કાળમાં કોરોનાની દહેશતથી લોકો પાસેથી ખૂબ રૂપિયા ખંખેર્યા, બસ એજ રીતે રાજકોટ અગ્નિકાંડ પછી વડોદરા મહાનગર પાલિકા જાણે ફાયર સેફ્ટીના નામે રૂપિયા ઉઘરાવવા માં વ્યસ્ત થઈ ગઈ હોય એમ બીજા કામોમાં ધ્યાન નથી રહી એમ દેખાઈ રહ્યું છે.
શહેરનાં નાગરવાડા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ થવાથી હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એકતરફ ભર ઉનાળે લોકોને પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે આ પીવાના પાણીનો બગાડ કેટલા અંશે યોગ્ય ગણાય. વિસ્તારના લોકો એ છેલ્લા એક સપ્તાહ થતાં પાણી લીકેજ લની પાલિકા માં ફરિયાદ કરી હોવા છતાં કોઈ જોવા પણ ના આવતા લોકો માં રોષ જોવા મળ્યો હતો. ત્યારે એમ માનવામાં આવી રહ્યું છે કે ફાયર સેફ્ટીનાં નામ પર કમાવવા માં વ્યસ્ત પાલિકા બીજા કમો ને મહત્વ આપવા માંગતી નથી.

Most Popular

To Top