Vadodara

નાગરવાડામાં દબાણ કરતા ગેરેજવાળા પર પાલિકા ત્રાટકી..

વડોદરા દબાણ શાખા નાગરવાડા મચ્છીપીઠ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દબાણ કરીને બેઠેલા ગેરેજવાળા પર ત્રાટકી હતી.
છેલ્લા કેટલાય સમયથી ગેરેજ વાળા દબાણ કરતા હોવાનો લોકોએ ફરિયાદ કરી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ ન હતી.આજરોજ અચાનક દબાણ શાખાના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસનીં ટીમ સાથે નાગરવાડા મચ્છીપીઠ આવી પહોંચી હતી, ત્યારે ગેરેજ વાળાઓની નાસભાગ જોવા મળી હતી. સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે પાલિકાની દબાણ શાખા પોલીસની ટીમ સાથે પહોંચી હતી.

ગેરકાયદેસર રીતે ચાલતા ગેરેજ દ્વારા રોડ પર દબાણો કરવાથી ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી, એવા ગેરેજોના કાચા બાંધકામ અને સામાન જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી.

Most Popular

To Top