Health

નાકના પડદાના હેમેંજિયોમા લોહીની ગાંઠ, રેરેસ્ટ ઓફ રેર કેસ, દૂરબીન વડે સફળ ઓપરેશન

Anastomosing Hemangioma of Nasal Septum – *ભારતમાં કદાચ પ્રથમવાર અને વિશ્વમાં નોંધાયેલ માત્ર બીજો કેસ* ”
*ડૉ. હિમાંશુ ઠક્કર ની સિદ્ધિ*

રાજકોટ ,: રાજકોટના જાણીતા ENT સર્જન ડૉ. હિમાંશુ ઠક્કરે 30 વર્ષીય પુરુષ દર્દી (નામ બદલેલું – ચેતન પોપટ)ના નાકમાં થયેલો અતિ દુર્લભ ટ્યૂમર – Anastomosing Hemangioma of Nasal Septum – સફળ એન્ડોસ્કોપિક સર્જરીથી દૂર કરી તબીબી ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. ઉપલબ્ધ મેડિકલ લિટરેચર અનુસાર આ ભારતમાંથી નોંધાયેલો કદાચ પ્રથમ કેસ છે અને આખી દુનિયામાં માત્ર બીજો.

સામાન્ય રીતે આ પ્રકારનો હેમેન્જિઓમા કિડની અને જનિટોયૂરિનરી ટ્રેક્ટમાં જોવા મળે છે, પરંતુ નાકના સેપ્ટમમાં આવું થવું અત્યંત દુર્લભ છે. દર્દીને બે મહિનાથી એક બાજુ નાકમાંથી વારંવાર રક્તસ્ત્રાવ થતો હતો અને નાક બંધ રહેવું તથા માથા નો દુખાવો થતો હતો.

ડૉ. ઠક્કર જણાવે છે કે, નાકની એન્ડોસ્કોપિક તપાસ દરમિયાન દર્દીના જમણા નાકમાં નેસલ સેપ્ટમ સાથે જોડાયેલું લાલ, મસા જેવી અસામાન્ય રચના જોવા મળી. ત્યારબાદ કરાયેલા કોન્ટ્રાસ્ટ CT સ્કેનમાં ખબર પડી કે આ રચના રક્તવાહિનીઓના ગૂંચથી બનેલું પોલિપ જેવું લીઝન છે, જે નેસલ સેપ્ટમમાં જોવા મળવું અત્યંત દુર્લભ છે.

સાવધાનીપૂર્વકની એન્ડોસ્કોપિક તપાસ અને કોન્ટ્રાસ્ટ સાથેની CT સ્કેનથી સાચો નિદાન કરવામાં મદદ મળી અને ત્યારબાદ ટ્યૂમરને સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો. બાયોપ્સીમાં તેને Anastomosing Hemangioma તરીકે પુષ્ટિ મળી – જે બિન-કૅન્સરજન્ય પરંતુ અત્યંત રેર વાસ્ક્યુલર લીઝન છે.

ડૉ. ઠક્કરે ઓછામાં ઓછા બ્લીડિંગ સાથે સલામત રીતે ઓપરેશન પૂર્ણ કર્યું. દર્દી હાલ પૂરેપૂરો સ્વસ્થ છે.

ડૉ. હિમાંશુ ઠક્કરે જણાવ્યું કે “નાકમાં આવું લીઝન જોવા મળવું અત્યંત અસામાન્ય છે. આ કેસ માત્ર રાજકોટ નહીં પરંતુ ભારતના મેડિકલ સાહિત્ય માટે ગૌરવની વાત છે।”

Most Popular

To Top