નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીના પ્રમુખની ચૂંટણીમાં શિક્ષકો પ્રચારમાં લાગ્યા છે. જયારે રવિવારના રોજ ચૂંટણીનું મતદાન નસવાડી કુમાર શાળામાં 348 મતદારો મતદાન કરશે. ચૂંટણી બાદ તરત જ મતગણતરી ગ્રામ પંચાયતોમાં સરપંચોની ચૂંટણી થતી હોય તે રીતના શિક્ષકો ગામેગામ શાળાએ જઈને શિક્ષકોને મતદાન માટે સમજાવે છે. પ્રમુખપદ માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી કરી છે
નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળી ની ચૂંટણી માં પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો છે જેમાં 1.મયુરભાઈ ગોવિંદભાઇ શાહ 2.દિનેશભાઇ કાનજીભાઈ રાઠવા 3.સુરેશભાઈ ભગીરથભાઈ પંચોલી પ્રમુખ પદ ની ઉમેદવારી કરતા જેનું મતદાન તારીખ 19 /10/2024 ના રોજ થનાર છે જેને લઈને ઉમેદવારો પોતાના સમર્થક શિક્ષકો સાથે ગામેં ગામ પ્રાથમિક શાળા માં શિક્ષકો સુધી પહોંચવા માટે દોડાદોડી કરી રહ્યા છે. જયારે નવ કરોડ નો વહીવટ કરતી આ સહકારી મંડળીની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી રહી છે .જયારે મતદાનને ગણતરી ના દિવસો બાકી રહ્યા હોવાથી ચૂંટણી બેલેટપેપર થી યોજાનાર છે અને નસવાડી કુમાર શાળા માં બપોર ના 11 વાગ્યા થી 4 વાગ્યા સુધી મતદાન મંડળી ના સભાસદો કરશે. ત્યારબાદ તરત જ મતગણતરી કરવામાં આવશે શિક્ષકો ની આ મંડળી ની ચૂંટણી માં ગ્રામ પંચાયત ના સરપંચ પદ ની ચૂંટણી માટે જેવો માહોલ હોય છે તેવો માહોલ હાલ આ મંડળી ની ચૂંટણી માં જોવા મળી રહ્યો છે જયારે ખાનગી માં રાજકીય નેતાઓનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે જયારે શિક્ષકો આ વખતે દરેક ઉમેદવાર પ્રચાર માટે જાય છે ત્યારે મત આપીશુ નું ઉમેદવારો ને આશ્વાશન આપી ને રવાના કરી દે છે જયારે મતદારો નું મન હજુ સુધી ઉમેદવારો કળી શક્યા નથી હાલ તો ચૂંટણી નો આખરી દિવસો આવી જતા ચૂંટણી અધિકારી પણ તમામ તૈયારીઓ મતદાન માટે ની કરી દીધી છે અને મતગણતરી માટે પણ એજન્ટો ના ફોર્મ ની તૈયારીઓ ચાલી રહી છે જયારે નવ કરોડ નો વહીવટ ધરાવતી આ મંડળી કોના ભાગે સુકાન જશે તે તો સમય બતાવશે
નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીના પ્રમુખની ચૂંટણીનો પ્રચાર ચરમ સીમાએ
By
Posted on