Nasvadi

નસવાડી તાલુકાની દુગ્ધા આશ્રમશાળા બંધ કરવાની હિલચાલ સામે આદિવાસી સમાજનો વિરોધ

નસવાડી: નસવાડી તાલુકાના દુગ્ધા આશ્રમશાળા સંચાલકો દ્વારા બંધ કરવાની હિલચાલ સામે આદિવાસી સમાજના લોકોએ આશ્રમ શાળાએ પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું અને આશ્રમ શાળા બંધ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે અને કહ્યું છે કે રસ્તા રોકો આંદોલન પણ કરીશુ. આદિવાસી વિસ્તારમાં આદિજાતિ વિભાગના અધિકારીઓ શિક્ષણની સુવિધાઓ દિવસે દિવસે બંધ કરી રહ્યા છે જેનાથી આદિવાસી બાળકો અભણ રહી જશે .



નસવાડી તાલુકાના દુગ્ધા ગામે વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળ દ્વારા સંચાલિત શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ આશ્રમ શાળામાં ધોરણ 1 થી 8 ની પ્રાથમિક શાળા અને બાળકોને રહેવા જમવાની સુવિધા સાથે આશ્રમ શાળા ચાલે છે. આ આશ્રમ શાળા ચલાવવા માટે સરકાર ના આદિજાતિ વિભાગ સંસ્થા ને ગ્રાન્ટ ચૂકવે છે જેમાં બાળકો ને તમામ સુવિધાઓ આપવાની હોય છે હાલ આ આશ્રમ શાળા માં 55 બાળકો એ એડમિશન લીધેલા છે વાર્ષિક પરીક્ષાઓ હાલ પૂર્ણ થઇ છે ત્યારે આ આશ્રમ શાળા ના સંચાલકો 10 વર્ષ થી આશ્રમ શાળા નું બિલ્ડીંગ અને શાળા નું બિલ્ડીંગ રીપેરીંગ કરાવતા ના હતા અને નવા બિલ્ડીંગ નું બાંધકામ બે વર્ષ થી અધૂરું મૂકી દેવામાં આવ્યું હતું જયારે આશ્રમ શાળા ના સંચાલકો અને અધિકારીઓ જર્જરિત બિલ્ડીંગ નું બહાનું કાઢી આશ્રમ શાળા બંધ કરવા માટે આશ્રમ શાળા માંથી રસોઈ ના વાસણો તેમજ અન્ય સામગ્રી ખસેડવાની કાર્યવાહી કરતા જેની જાણ આદિવાસી સમાજ ના લોકો ને થતા આદિવાસી સમાજ ના લોકો દુગ્ધા આશ્રમ શાળા ખાતે મોટી સંખ્યા માં પહોંચ્યા હતા અને ત્યાં ઉગ્ર સૂત્રોચ્ચારો કર્યા હતા અને 60 વર્ષ ઉપરાંત ના સમય થી ચાલતી આશ્રમ શાળા આ વિસ્તાર માટે ઘણી ઉપયોગી છે 30 કિલોમીટર વિસ્તાર માં આશ્રમ શાળા નથી તેમજ આ આશ્રમ શાળા માં શ્રમજીવી પરિવાર ના બાળકો અભ્યાસ કરે છે જે વાલીઓ સૌરાષ્ટ્ર મજૂરી કામે જાય છે તે વાલીઓ બાળકો ને આશ્રમ શાળા માં મૂકીને જાય છે આ આશ્રમ શાળા માં ભણી ને અત્યાર સુધી 30 થી વધુ વિદ્યાર્થીઓ સરકારી નોકરી કરી રહ્યા છે જયારે આ આશ્રમ શાળા ના સંચાલકો હાલ કાગળ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે નું બહાનું બનાવી ને આશ્રમ શાળા બંધ કરવાની હિલચાલ સામે આદિવાસી સમાજ ના લોકો એ ચીમકી આપી છે કે આશ્રમ શાળા બંધ કરવામાં આવશે તો રોડ ચક્કા જામ કરીશુ અને ઉગ્ર આંદોલન કરીશુ દિવસે દિવસે આદિવાસી વિસ્તાર માં શિક્ષણ ની સુવિધાઓ બંધ કરવામાં આવી રહી છે આદિવાસી બાળકો ને અભણ રાખવાનો જે પ્રયાસ છે તે સાખી લેવામાં નહિ આવે અધિકારીઓ 10 વર્ષ પહેલા આ આશ્રમ શાળા રીપેરીંગ કરાવ્યું હોત અને નવા બિલ્ડીંગ માટે સંસ્થા ના હોદ્દેદારો એ ધ્યાન ના આપ્યું અને આદિવાસી વિસ્તાર ની આશ્રમ શાળા બંધ કરવાની સ્થિતિ નું નિર્માણ થયું તેની પાછળ આદિજાતિ વિભાગ ના અધિકારીઓ ની નિષ્કાળજી બહાર આવી છે

ગોમતીબેન ડુંગરા ભીલ ના જણાવ્યા મુજબ આ આશ્રમ શાળા માં હું અભ્યાસ કર્યો હતો અને મારા પતિએ પણ અભ્યાસ કર્યો હતો મારા પતિ ડેપ્યુટી કલેક્ટર બન્યા હતા અને હું નર્સિંગ નો કોર્ષ કરી અને નર્સ બની હતી અમે પતિ પત્ની હાલ રિટાયર્ડ છીએ ત્યારે આ આશ્રમ શાળા માં અમે ભણી ને આગળ વધ્યા હતા શિક્ષણ મંત્રી અને આદિજાતિ વિભાગ ના અધિકારીઓ દુગ્ધા ગામની આશ્રમ શાળા બંધ કરવાની જે કામગીરી કરી રહ્યા છે તે સાખી લેવામાં નહિ આવે અમારા બાળકો ને અભણ રાખવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેના માટે અમારે જીવ આપવો પડશે તો આપીશું પરંતુ આશ્રમ શાળા બંધ થવા નહિ દઈએ

દિનેશભાઇ ડુંગરા ભીલ ના જણાવ્યા મુજબ અમારા 30 કિલોમીટર વિસ્તાર માં એકજ આશ્રમ શાળા છે સરકાર અમારા વિસ્તાર માં આશ્રમ શાળા ખોલતી નથી પ્રાથમિક શાળા માં શિક્ષકો નથી અને આશ્રમ શાળા બંધ કરે છે જેના લીધે અમારા બાળકો ને શિક્ષણ થી વંચિત રાખવાનો પ્રયાસ છે તે અમે સાખી નહિ લઈએ અને આગામી દિવસો માં જલદ આંદોલન કરીશું અધિકારીઓ ની મનમાની ના કારણે અમારા બાળકો શિક્ષણ થી વંચિત રહી જશે સરકાર આશ્રમ શાળાઓ ચલાવવા માટે ગ્રાન્ટ આપે છે તો સંસ્થા ના સંચાલકો ખર્ચ કરીને જર્જરિત આશ્રમ શાળા ને રીપેરીંગ કરાવે હાલ વેકેશન નો સમય છે છત ઉપર પતરા નાખવા માટે એક મહિના નો સમય લાગે હાલ વેકેશન નો સમય છે આ સમય દરમિયાન પતરા નાખવાની કામગીરી કરવી જોઈએ

Most Popular

To Top