ચોમાસાના ચાર મહિના છોટીઉમર ,કુપ્પા અને ખેંડા ગામ સંપર્ક વિહોણા બની જાય છે
ત્રણ ગામોમાં 1500 થી વધુ ની વસ્તી છે, હાલ 108 એમ્બ્યુલન્સ પણ ગામમાં આવી શકતી નથી, સગર્ભા મહિલાઓને ભારે હેરાનગતિ
ચોમાસામાં કોઈ બીમાર પડે તો ઝોલીમાં નાખીને લઈ જવું પડે છે
નસવાડી: ગરીબ આદિવાસી સમાજના લોકો આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાથી વંચિત હોય તેઓ અધિકારીઓને વર્ષોથી પત્ર લખીને રસ્તા llની માંગણી કરી રહ્યા છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલું ગામ છોટીઉમર ગામે 6 કિલોમીટરનો કાચો માર્ગ હોવાથી આદિવાસી સમાજના લોકો વર્ષો lથી હેરાન પરેશાન છે. હાલ કાચો રસ્તો હોવાથી વાહનચાલકો મહામુસીબતે વાહને ધક્કો મારી પસાર કરે છે. જયારે ગામમાં કોઈ બીમાર પડે તો સારવાર માટે એમ્બ્યુલન્સ પણ ગામ સુધી આવી શકતી નથી અને સગર્ભા મહિલાઓને તો રસ્તા ન હોવાથી ભારે અસર પડે છે. કેમ કે સગર્ભા મહિલાને દુઃખ વો ઊપડે તો તેને ઝોળીમાં નાખીને રસ્તો પસાર કરાવો પડે છે .જેનાથી સગર્ભા મહિલાઓનું જીવ પણ જઈ શકે છે.

અનેક મુશ્કેલીઓ થી ગામના લોકો ઝઝૂમી રહ્યા છે અને રસ્તા માટે અનેક નેતાઓ અને અધિકારોને રજુઆત કરી રહ્યા છે. આગામી દિવસોમાં ચોમાસુ આવી રહ્યું છે, ત્યારે ચોમાસના ચાર મહીના છોટીઉમર ,કુપ્પા અને ખેંડા ગામ સંપર્ક વિહોણા બની જશે. જયારે અધિકારીઓ નું પેટનુ પાણી પણ હલતું નહીં હાલ ત્રણ ગામોના લોકો રસ્તો બને તેવી માંગ કરી રહ્યા છે
સ્થાનિક રહીશ વિજયભાઈ ડુંગરાભીલના જણાવ્યા મુજબ અમારા ગામના રસ્તાઓ બનાવવાનું નેતાઓ ભૂલી ગયા છે. અમે ઘણા વર્ષોથી નેતાઓના અને અધિકારીઓને રસ્તા બાબતે રજૂઆતો કરી કરીને થાકી ગયા, પરંતુ આજ દિન સુધી રસ્તો બન્યો નથી. જેનાથી અમારે 6 કિલો મીટર કાચા રસ્તો ચાલીને પસાર કરવો પડે છે એમ્બ્યુલન્સ પણ અમારા ગામ સુધી આવી શકતી નથી આવો કેવો વિકાસ થયો છે અમને તો આજ દિન સુધી વિકાસ જોવા નથી મળ્યો.