છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં ધોધમાર વરસાદ રાત્રી દરમિયાન પડતા નસવાડીની અશ્વિન નદી બે કાંઠે
જીવન જરૂરી ચીજવસ્તુઓ વિના ગ્રામજનો મુશ્કેલી માં મુકાયા
તંત્રના અધિકારીઓએ ગ્રામજનોની મુલાકાત પણ ના લીધી
છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ ના 24 રસ્તા વરસાદ ના કારણે બંધ થયા
નસવાડી: છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે પંચાયત માર્ગ મકાન વિભાગના 24 રસ્તા ઉપર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થયા હતા..જેમાં નસવાડી તાલુકાના 7 રસ્તા, બોડેલી તાલુકાના 7 રસ્તા, સંખેડા તાલુકાના 6 રસ્તા, છોટાઉદેપુર તાલુકાનો એક રસ્તો અને પાવીજેતપુર તાલુકાના 3 રસ્તા બંધ થયા હતા. પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ રસ્તા શરુ કરાવવા માટે દોડધામ મચાવી હતી. જયારે છોટાઉદેપુર જિલ્લામાં રાત્રી ના સમય દરમિયાન ભારે વરસાદ પડતા નસવાડી તાલુકાના રાજપુરા ગામ ના લો લેવલ ના કોઝ વે ઉપર 24 કલાકથી અશ્વિન નદી બે કાંઠે વહેતી હોવાથી 250 થી વધુ ગ્રામજનો ફસાયા છે અને તંત્ર ના અધિકારીઓ ગામ સુધી પહોંચ્યા નથી.

આ ગામના લોકો શ્રમજીવી પરિવારો છે રોજ કમાઈ ને રોજ ખાનાર લોકો છે. આ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે જયારે નસવાડી તાલુકાની અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે . નસવાડી તાલુકાનું સિંધડીયા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું હતું રાંદેડા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું હતું .નસવાડી તાલુકામાં ભારે વરસાદ ના કારણે ચામેઠા લિન્ડા અને ધનિયા ઉમરવા તળાવ છલોછલ ભરાઈ ગયા છે હાલ તો વરસાદ વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે .

સંખેડા તાલુકાના ગોલાગામડી પાસે બહાદરપુર જવાના રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે છેલ્લા ત્રણ વર્ષ થી આ જગ્યા ઉપર પાણી ભરાય છે. સ્ટેટ આર એન્ડ બી વિભાગ ના અધિકારીઓએ નવો રસ્તો બનાવ્યો, કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, પરંતુ પાણી ના નિકાલ માટે કોઈ ગટર લાઈન ના બનાવતા રોડ ઉપર પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ પરિસ્થિતિ અધિકારીઓના વાંકે થઇ હોવાનો લોકોનો આક્ષેપ છે. જયારે તંત્રના અધિકારીઓ નવા રોડ બનાવતી વખતે પાણીના નિકાલ માટે જોગવાઈ ના કરતા લોકો ને ચોમાસા માં મુશ્કેલી નો સામનો કરવો પડે છે
છોટાઉદેપુર જિલ્લામાં 24 કલાક માં ધોધમાર વરસાદ પડ્યો તેના આંકડા
પાવીજેતપુર – 6 ઇંચ (145 એમએમ )
છોટાઉદેપુર – એક ઇંચ ( 24 એમએમ )
બોડેલી – 6.5 ઇંચ થી વધુ (164 એમએમ )
સંખેડા – 5 ઇંચ થી વધુ (122 એમએમ )
નસવાડી. – 3.5 ઇંચ ( 87 એમએમ )
કવાંટ. – 4 ઇંચ 97 એમએમ
તસવીર: સર્વેશ મેમણ, નસવાડી