Vadodara

નસવાડીના યુવાનને આપેલા 9 લાખના ચેક રિટર્ન થતાં વડોદરાના પાથેવ ગ્રુપના માલિકને એક વર્ષની કેદ

નસવાડીના એક યુવાનને એમબીબીએસમાં એડમીશન અપાવવા માટે વડોદરા ના પાથેવ ગ્રુપના પ્રોપાઇટર 8 લાખ રૂપિયા એડમીશન આપવાના બહાને લીધા હતા એડમીશન ના મળે તો નાણાં પરત આપવા માગે સિક્યુરિટી માટે ચેક આપ્યા હતા

નસવાડીના એક યુવાનને એમબીબીએસમાં એડમીશન અપાવવા માટે વડોદરા ના પાથેવ ગ્રુપના પ્રોપાઇટર 8 લાખ રૂપિયા એડમીશન આપવાના બહાને લીધા હતા એડમીશન ના મળે તો નાણાં પરત આપવા માગે સિક્યુરિટી માટે ચેક આપ્યા હતા તેમાં એડમીશન ના મળતા આઠ લાખના ચેક બેંકમાં નાખતા ચેક પરત ફરતા જેનો કેસ નસવાડી કોર્ટ માં ચાલી જતાં એક વર્ષની સજા અને 16 લાખ દંડ અને આઠ લાખ રૂપિયા ફરિયાદીને ચૂકવવાનો હુકમ કોર્ટે કર્યો છે


નસવાડી ના કવાંટ રોડ વિસ્તારના કાપડ ના વેપારીની વિધવા પત્ની મેમણ બિલ્કિસ બેન રિયાઝ ભાઈએ પોતાના પુત્રને ભણાવવા માટે બચત કરેલા નાણાં માંથી એમબીબીએસ ડોકટર ના એડમીશન માટે વડોદરા ના પાથેવ ગ્રુપ ના પ્રોપરાઇટર પરશુરામ બિદનાથ ભાઈ રોય રહેવાસી. ઈડન રેસીડેન્સી ક્રિષ્ના કૃપા સોસાયટી સમાં વડોદરા ના ઓ સાથે સંપર્ક માં આવતા વિધવા બેન નો પુત્ર રમીઝ ભાઈ મેમણ ને મેડિકલ માં એડમીશન અપાવવા માટે આઠ લાખ રૂપિયા ની માંગણી કરેલ તેઓ ને આઠ લાખ રૂપિયા આપેલ હતા જ્યારે એડમીશન અપાવવાની ખાત્રી આપી ને જો એડમીશન ના મળે તો આઠ લાખ રૂપિયા ની સિક્યુરિટી પેટે બે ચેક પાથેવ ગ્રુપ ના પ્રોપરાઈટરે આપેલા જ્યારે એડમીશન માટે નાણાં લીધા બાદ કોઈ જવાબ ના આપતા સિક્યુરિટી પેટે આપેલા ચેક બેંક માં નાખતા ચેક પરત ફરતા કાપડ ના વેપારીની વિધવા પત્ની છેતરાયા હોવાનું માલુમ પડતાં નસવાડી જ્યુડીસિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ માં નસવાડીના વકીલ સહેજાદ ભાઈ યુસુફ ભાઈ મેમણ ચેક રિટર્ન નો કેસ કરતા સમગ્ર મામલામાં જ્યુડીસિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ ભાવેશ ભાઈ ગોવિંદ ભાઈ સોલંકી ની કોર્ટ માં કેસ ચાલતા વડોદરાના પાથેવ ગ્રુપ ના પ્રોપરાઇટર પરશુરામ બિદનાથ ભાઈ રોય રહેવાસી. ઈડન રેસીડેન્સી ક્રિષ્ના કૃપા સોસાયટી સમાં વડોદરા ને આઠ લાખ રૂપિયા વિધવા મહિલા બિલ્કીસ બેનને ચુકવવા માટે આદેશ કર્યો હતો તેમજ એક વર્ષ ની સાદી કેદ ની સજા અને 16 લાખ રૂપિયા દંડ ભરવાનો હુકમ કર્યો હતો જ્યારે સજા સંભળાવવામાં આવી તે દિવસે આરોપી હાજર ના રહેતા તેની સામે ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું છે .

Most Popular

To Top