Vadodara

*નસવાડીના ચમેટા ગામમાં બાઇક પરથી પડી જતાં પ્રોઢ મહિલાનું સારવાર દરમિયાન મોત*


*પ્રથમ સારવાર અર્થે બોડેલી ખાતેના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે એસ.એસ.જી.હોસ્પિટલમા દાખલ કરાયા હતા*

(પ્રતિનિધિ) વડોદરા તા. 18

છોટાઉદેપુર જિલ્લાના ચમેટા ગામનાં પ્રોઢ મહિલાનું ગત તા. 16મી જાન્યુઆરીના રોજ મોટરસાયકલ પાછળ બેસીને ઘરે જતા સમયે પડી જતાં ઇજાગ્રસ્ત થયા હતા જેઓનું સારવાર દરમિયાન ગત તા. 17મી જાન્યુઆરીના રોજ એસ.એસ.જી.હોસ્પિટલમા મોત નિપજ્યું હતું જેથી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચમેટા ગામ ખાતે રહેતા આશરે 66 વર્ષીય લીલાબેન ગોરધનભાઈ ભીલ નામના પ્રોઢ મહિલા મોટરસાયકલ પાછળ બેસીને ગત તા. 16 મી જાન્યુઆરીના રોજ ગામમાં જતાં હતાં તે દરમિયાન અચાનક તેઓ મોટરસાયકલ પરથી પડી જતાં તેઓને ઇજાઓ પહોંચી હતી જેથી તેમને ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ બોડેલી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવારની જરૂર હોય તેઓને વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગત તા. 17મી જાન્યુઆરીના રોજ એસ આઇ સી યુ વિભાગના ડી યુનિટ ખાતે તેઓનું મૃત્યુ નિપજ્યું હતું જેથી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top