Vadodara

નવી ધરતી ગોલવાડના લોકોને ભર ઉનાળે પાણી માટે વલખા


છેલ્લા ચાર દિવસથી પાણી નથી આવતું: સ્થાનિકોમાં રોષ

પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અને બીજી બાજુ કાસમવાલા કબ્રસ્તાન નવી ધરતી ગોલવાડના રહીશોને પાણી માટે વલખા મારવા પડે છે .
ઉનાળાની શરૂઆતની સાથે જ વડોદરા શહેરમાં પાણીની સમસ્યા જાણે વધતી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ગુરુવારે સવારે કાસમવાલા કબ્રસ્તાન તેમજ નવી ધરતી ગોલવાડના હિન્દુ મુસ્લિમ લોકો પાણીની અછતને લઈને કારેલીબાગ પાણીની ટાંકી ખાતે પાણી પુરવઠા ની ઓફિસે પહોંચ્યા હતા.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા ચાર દિવસથી પાણી આવતું નથી એક તરફ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અને પાણીની ખૂબ જ જરૂર હોય છતાં પણ પાણી મળતું નથી. જે અંગે વારંવાર રજૂઆત કરવા છતાં એસીમાં કેબિનમાં બેઠેલા અધિકારીઓ પાણીની મદદ કરતા નથી. ફોન કરીએ છીએ ત્યારે ઉધધ્ધાઈ ભર્યું વર્તન કરે છે અને સરખા જવાબ આપતા નથી. સાથે જ હિન્દુના હોળી ધૂળેટી જેવા પવિત્ર તહેવારો છે છતાં પણ પાણી પુરવઠા ના અધિકારીઓ પાણી આપવામાં નિષ્ફળ નીવડયા છે. સ્થાનિકોએ પાણી માટે તંત્ર સામે અપીલ પણ કરી હતી અને તંત્ર સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિકોનું કેવું છે ગત મંગળવારના રોજથી પાણીના લીધે અમે હેરાન થઈ રહ્યા છીએ. ત્રણ દિવસથી અમે પાણી પુરવઠા કચેરીએ આઈ ફરિયાદ કરીએ છીએ. તેમ છતાં જ્યારે અમે અહીંયા આવીએ તો અધિકારીઓ દ્વારા અમને કાઢી મુકવામાં આવે છે. ત્રણ દિવસથી પાણી ન આવવાથી બહુ મોટી તકલીફ ઊભી થઈ છે. જ્યારે અમારો રમઝાન મહિનો ચાલી રહ્યો છે. અધિકારી યોગેશ વસાવા અહીંથી નીકળ બધાને લઈને તું આવી જાય છે, એમ કહીને અમને કાઢી મૂકે છે.
આ વિસ્તારમાં હિન્દુ તથા મુસ્લિમ સમાજના લોકો રહે છે. બધા મજૂરો વર્ગ રહે છે. ચાર દિવસથી નથી નાવાનું પાણી મળતું કે નથી પીવાનું પાણી મળતું. અમે વારંવાર ફરિયાદ કરી પરંતુ કોઈ અધિકારી અમારી સમસ્યાનું નિરાકરણ લાવતા નથી. ચાર દિવસથી કામ ધંધા છોડીને અમારે કચેરીના આંટા મારવા પડે છે. પહેલા જે પ્રમાણે અમારા વિસ્તારમાં પાણી આવતું હતું , તેવી રીતના જ પાછું પાણી આવે એવી વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરી આપવામાં આવે.

Most Popular

To Top