Vadodara

નવી કલેક્ટર કચેરી ખાતે સાંસદ કાર્યાલયનું મુખ્યમંત્રી ઉદઘાટન કરશે


વડોદરા નવી કલેકટર કચેરી ખાતે આવતીકાલે સાંસદ કાર્યાલયનો ઉદ્ઘાટન થનાર છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષદ સંઘવી આ ઉદ્ઘાટન કરવા માટે આવનાર છે. તેને લઈને નવી કલેકટર કચેરીએ તડા માર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે . આવતીકાલે જ્યારે મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન વડોદરા આવશે. તેને લઈને તડા માર તૈયારીઓ ફરાસખાના અને પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. નવી સાંસદ કાર્યાલય જે કલેક્ટર કચેરીએ કરવામાં આવી છે તેની પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
અટલ જન સેવા કેન્દ્ર જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હોય, મુદ્રા લોન, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી તમામ કેન્દ્ર અને રાજ્ય યોજનાના લાભ આ ઓફિસમાં લોકો માટે કરવામાં આવશે. આ ઓફિસની અંદર સાંસદ સાથે અનેક સ્ટાફ પણ બેસી શકે એવું આયોજન l હાલ અહીં કરવામાં આવ્યું છે. યોજનાઓનો તમામ લોકોને લાભ મળે જેને લઈને બેંકના લોકો પણ અઠવાડિયાના ત્રણ દિવસ આ ઓફિસમાં આવીને બેસે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેથી લોકોને બેંકના ધક્કો ન ખાવા પડે. જેમાં પ્રધાનમંત્રી અને રાજ્ય સરકાર તરફથી મળતી યોજનાઓના લાભ બેંક ખાતામાં મળી રહે તેવા હેતુ થી કામ કરવામાં આવશે.
આ કલેક્ટર કચેરીએ નવીન સાંસદની ઓફિસ lમાં તમામ પ્રકારની પ્રજાને મળતી સહાય હોય એ તમામ લાભ લોકો સુધી પહોંચે તેવી તૈયારીઓ હાલ અહીં કરવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી આવવાના હોય સુરક્ષા ચોકચાબંધ કરવામાં આવી છે. આવતીકાલે આ ઓફિસ જેનું નામ અટલ જન સેવાનું ઉદઘાટન કરી આ ઓફિસ લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે.
તાત્કાલિક ધોરણે શરૂ થઈ જનાર અટલ જન સેવા કેન્દ્ર ખાતે જરૂરતમંદોને વિગતવાર માહિતી સહિત પાયાના પ્રશ્નો અંગે પણ રજૂઆત કરી શકાશે. આ અંગે જરૂરી પાંચથી છ વ્યક્તિના સ્ટાફની પણ નિમણૂક કરી દેવામાં આવી છે.

Most Popular

To Top