Vadodara

નવા યાર્ડ ની દિવ્યા ગેસ એજન્સીના ગોડાઉન અને ઓફિસને સિલ મરાયું

વડોદરા મહાનગર પાલિકા દ્વારા નવાયાર્ડ વિસ્તાર ના સ્થાનિકોની સલામતી હેતુ દીવ્યા ગેસ એજન્સીના ગોડાઉન અને ઓફીસ ફાયર વિભાગ દ્વારા સિલ કરવામાં આવ્યા સાથે સાથે વિદ્યુત બોર્ડ તરફ થી વીજ જોડાણ પણ કાપી નાખવા માં આવ્યા હતા.

વડોદરા મહાનગર પાલિકા દ્વારા ઠેર ઠેર ફાયર સેફ્ટી અને નાગરિકોની સુરક્ષા હેતુ કામ કરી રહી છે તેવામાં પાલિકા તથા ફાયર વિભાગ ની ટીમ દ્વારા નવાયાર્ડ વિસ્તારમાં આવેલ દિવ્ય ગેસ એજન્સી ને બેવર્ષ પહેલા ગેસ એજન્સીના માલિકને ફાયર સેફ્ટી ના હોવાના કારણે તથા ગોડાઉન જ્યા LPG ગેસ ભરેલા બોટલો મૂકવામાં આવે છે ત્યાં વેન્ટિલેટર નો અભાવ હોવાના કારણોસર નોટિસ બજાવવા માં આવી હતી. ગેસ એજન્સીએ બે વર્ષ થી આ નોટિસ પર કોઈ કાર્યવાહી ન કરાતા આજ રોજ ફાયર વિભાગ તથા વિદ્યુત બોર્ડે દિવ્ય ગેસ એજન્સી ને સિલ મારવાની કાર્યવાહી કરી હતી.
ફાયર વિભાગ ના જણાવ્યા મુજબ ૨૦૨૨ માં તમામ ગેસ એજન્સીઓ અને લાકડાના ફર્નિચર અને ગોડાઉનને નોટિસો આપવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ ને નોટિસ આપ્યા પછી સમય પણ આપવામાં આવ્યો છતાં ફાયર સેફ્ટી ને લઈ કોઈ સુધારો ના કરતા અને દિવ્યા ગેસ એજન્સી ના મેનેજર ને કોલ કરી જાણ કરી હતી પણ અમારી ફાયર ટીમ એક કલાક થી વધારે સમય થી રાહ જોયા પરંતુ એજન્સી માંથી કોઈ ના આવતા અમે એજન્સી ને સિલ કરી છે. સિલ કરવાનું કારણ વ્યવસ્થા અને ફાયર સેફ્ટી ન હોવાના કારણે આસ પાસ ના રહેવાસી માટે જીવનું જોખમ વધી ગયું હતું. જે અર્થે આજ રોજ કાર્યવાહી કરવા માં આવી હતી.

Most Popular

To Top