*નવા પોલીસ કાયદા લાગુ તો થયા પરંતુ એના પર સખત અમલ ક્યારે?*
*’બળાત્કારીઓ ને નપુંસક બનાવો, ફાંસી આપો’ ની માગ કરાઇ*
(પ્રતિનિધિ) વડોદરા તા. 07
શહેરમાં હાલ શારદીય આસો સુદ નવરાત્રી ચાલી રહી છે બીજી તરફ બીજા નોરતે જ ભાયલી વિસ્તારમાં સગીરા સાથે સામુહિક બળાત્કારની ઘટના બની હતી જેને લઇને શહેરીજનોમાં આ જધન્ય કૃત્ય સામે આરોપીઓની ધરપકડ કરી સખત સજા આપવાની માંગ થઇ રહી છે. ત્યારે શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલી રામેશ્વરની ચાલી ખાતે સતત છઠ્ઠા વર્ષે બાલગોપાલ ગરબા મહોત્સવમાં કે જ્યાં દરવર્ષની માફક ‘મારી દીકરી, મારા આંગણે’ થીમ અંતર્ગત ગરબામાં દીકરીઓએ ભાયલી ગેંગરેપના નરાધમોને વહેલી તકે ઝડપી પાડી ફાંસી આપવાની માંગ સાથે ચોથા નોરતે પ્લેકાર્ડસ સાથે ગરબે ઘૂમી હતી. અહીં દીકરીઓએ આવા જધન્ય કૃત્ય કરનારા આરોપીઓને નપુંસક બનાવવામાં આવે તથા સમાજમાં આવી કોઇ હિંમત ન કરે તે માટે ફાંસી સહિત સખતમા સખત સજાની માંગ કરવામાં આવી હતી. આ રીતે બધે આયોજન થવું જોઈએ. અહીં આયોજક વિજય જાધવે દૂષ્કર્મ ના દોષિતોને વહેલી તકે ઝડપી પાડી સખતમા સખત ઉદાહરણ બેસે સમાજમાં કેટલાક અપરાધી માનસિકતા ધરાવતા લોકોમાં તે રીતે સજાની માંગ કરી હતી. જ્યારે શ્વેતા જાધવે જણાવ્યું હતું કે, સરકારે 01 જુલાઇથી કાયદાકીય જોગવાઇમા સુધારા સાથે નવા કાયદા લાગુ તો કર્યા પરંતુ તેનો અમલ ક્યારે?દીકરીઓની સુરક્ષા નિયત કરવામાં આવે તેવી માગ કરી હતી.વકીલોએ પણ દીકરીના ન્યાય માટે બળાત્કાર ના આરોપીઓના કેસ ન લડવા જોઈએ
*અમને અમારી દીકરીઓને બહાર મોકલવામાં સતત ચિંતા રહે છે*
આજે અમે અમારી દીકરીઓને બહાર મોકલવામાં પણ ડર અનુભવીએ છીએ સતત દીકરીઓની ચિંતા રહે છે. ‘મારી દીકરી મારા આંગણે’ અંતર્ગત બાલગોપાલ ગરબા મહોત્સવનું આયોજન કરતા આયોજક વિજય જાધવનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે, અહીં અમારી દીકરીઓ સુરક્ષિત રીતે ગરબામાં રમે છે તે વાતે અમે નિશ્ચિંત થઇ જઇએ છીએ. દેશમાં બળાત્કારીઓ માટે સખત કાયદો હોવો ખૂબ જરૂરી બન્યો છે તો જ આવી માનસિકતા ધરાવતા ગુનેગારો પર દાખલો બેસશે.
-જ્યોતિબેન મિસ્ત્રી-સ્થાનિક મહિલા
નવાયાર્ડ સ્થિત રામેશ્વરની ચાલ ખાતે ગેંગરેપના નરાધમોને ફાંસી આપવાની માંગ સાથે પ્લેકાર્ડસ લઇ ગરબા
By
Posted on