વાવાઝોડામાં પણ પરિવારજનો માટે પાણી ભરવા ગયેલી મહિલાને કાળ ભરખી ગયો.
ગત રાત્રી દરમિયાન અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ભારે પવન સાથે મુશળધાર વરસાદ પણ વરસ્યો હતો જેના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશય થવાની ઘટના સામે આવી હતી સાથે જ વીજ થાંભલાઓ પણ પડવાની ફરિયાદ જીઇબી ખાતે મોટી સંખ્યામાં નોંધાઈ હતી. ત્યારે નવાયાર્ડ વિસ્તારમાં પાણી ભરવા ગયેલી મહિલા પર પતરું ઉડીને પડતા તેને શરીરના વિવિધ ભાગોમાં તેમજ ખાસ તો માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના કારણે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
નવા યાર્ડ વિસ્તારમાં રહેતા 45 વર્ષીય વિમળાબેન ચતુરભાઈ જાદવ ગત સાંજ દરમિયાન એમના ઘરની બહાર પાણી ભરવા માટે નીકળ્યા હતા ત્યારે અચાનક જ ભારે પવનના કારણે એક પતરું ઉડીને તેમના પર પડ્યું હતું જેના કારણે તેઓને શરીરના વિવિધ ભાગો તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને તાત્કાલિક સારવાર હેઠળ નજીકની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની તબિયત વધુ ગંભીર બનતા તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબ દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.