Vadodara

નવાપુરાની સોસાયટી જર્જરિત, રી ડેવલપમેન્ટ નહિ થાય તો જોખમ

વડોદરાના કેટલાય વિસ્તારોમાં જર્જરિત મકાનોમાં લોકો રહેવા મજબૂર છે. ત્યારે પાલિકા માત્ર જર્જરિત બિલ્ડિંગ કે મકાનોને માટે નોટિસ આપી સંતોષ માની રહી છે. વડોદરા નવાપુરા વિસ્તાર આવેલા કેટલાય મકાનો જર્જરિત હાલતમાં જોવા મળે છે. તાજેતરમાં નવાપુરા વિસ્તારની તીન મુર્તિ સોસાયટીના અનેક મકાનો જર્જરિત છે.જ્યા અચાનક મકાનની અગાસીની દીવાલ ધસી પડી હતી. પાલિકા તરફથી ૧૫ દિવસ અગાઉ નોટિસ આપવા માં આવી હતી.સોસાયટીના લોકોનું કહેવુ છે કે રીડેવલોપમેન્ટ માટે અનેક વાર બધા ભેગા થયા પરંતુ તીન મુર્તિ સોસાયટી ના અમુક લોકો પોતાના સ્વાર્થ માટે રીડેવલોપમેન્ટનું કામ વિરોધ કરીને કામ નથી થવા દેતા.પાલિકાએ અત્યર સુધીમાં ત્રણ વાર નોટિસ આપી છે અને હાલ પંદર દિવસ પહેલા પણ નોટિસ બજાવાઈ હોવા છતાં કેટલાય લોકો પોતાનો સ્વાર્થ માટે સોસાયટીનું કામ થવા દેતા નથી.પણ પાલિકા પણ મુખબધીર બની જાણે કોઈ મોટી હોનારતની રાહ જોઈ બેઠું હોય એવું લાગે છે. ચોમાસાની ઋતુ નો પ્રારંભ થવા જઇ રહ્યો છે અને વરસાદ ની વાવાઝોડા સાથેની આગાહી પણ છે ત્યારે પાલિકા કાર્યવાહી કરે તે જરૂરી છે.

Most Popular

To Top