દાદા ભગવાનની 117મી જન્મજયંતી નિમિત્તે વડોદરાના નવલખી મેદાન ખાતે મુખ્યમંત્રીના આગમનને પગલે શહેર પોલીસ દ્વારા રિહર્સલ
રાજ્યના મુખ્યમંત્રી રવિવારે અને સોમવારે વડોદરાની મુલાકાતે આવશે
એરપોર્ટ થી નવલખી મેદાન સુધી પોલીસ કાફલા સાથે એમ્બ્યુલન્સ રિહર્સલ માં જોડાઈ
શહેરના નવલખી મેદાન ખાતે આજથી તા.10મી નવેમ્બર થી તારીખ 17નવેમ્બર દરમિયાન દાદા ભગવાનની 117મી જન્મજયંતી ની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરામાં આવવાના હોય શહેર પોલીસ ટીમે આજે અમીતનગર એરપોર્ટ થી નવલખી મેદાન સુધી રિહર્સલ કરવામાં આવ્યું હતું અહીં ટ્રાફિક વ્યવસ્થા પણ ચકાસવામાં આવી હતી. મુખ્યમંત્રી દાદા ભગવાનની જન્મજયંતી નિમિત્તે ખાસ નવલખી મેદાન ખાતે આવવાના હોય શનિવારે પોલીસ દ્વારા સઘન ચેકીંગ સાથે સુરક્ષા વ્યવસ્થા ની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
અંબાલાલ મૂળજીભાઈ પટેલનો જન્મ 7 નવેમ્બર 1908ના રોજ વડોદરા નજીક તરસાલી નામના ગામમાં થયો હતો. તેમના માતાપિતા મુળજીભાઇ અને ઝવેરબા વૈષ્ણવ પાટીદારો હતા. તેઓ મધ્ય ગુજરાતનાં ભાદરણ નામનાં ગામમાં ઉછર્યા. અંબાલાલભાઈએ તેમની અંદર અહિંસા, સહાનુભૂતિ, નિઃસ્વાર્થ ઉદારતા અને આધ્યાત્મિક તપશ્ચર્યાનાં મૂલ્યોની પ્રારંભિક શિક્ષા માટે તેમની માતાને શ્રેય આપ્યો હતો. એવું કહેવામાં આવે છે કે તેઓ 13વર્ષના હતા ત્યારે એક સંતે તેમને આશીર્વાદ આપ્યા હતો કે તેઓ મુક્તિ પ્રાપ્ત કરશે. તેમણે 1924માં હીરાબા સાથે લગ્ન કર્યાં. 1928 અને 1931માં જન્મેલાં તેમનાં બાળકો જન્મ પછીના કેટલાક મહિનાઓમાં જ મૃત્યુ પામ્યાં હતાં, જેથી તેમના કોઈ બાળકો હયાત ન હતા. આ સમયગાળા દરમિયાન તેઓ શ્રીમદ્ રાજચંદ્ર નામના જૈન સાધુનાં લખાણોથી પણ પ્રભાવિત થયા જે ગૃહસ્થ, ધાર્મિક શિક્ષક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ હતા. જેમના જ્ઞાને નવી ધાર્મિક ચળવળને પ્રેરણા આપી. તેમણે હંગામી બ્રહ્મચર્યનું પાલન કરવાનું શરૂ કર્યું અને બાદમાં આજીવન બ્રહ્મચર્યનું વ્રત અંગીકાર કર્યું. તેઓ વ્યવસાયે ઠેકેદાર હતા. તે મુંબઈ સ્થળાંતરીત થયા જ્યાં તેમણે પટેલ એન્ડ કુંના કોન્ટ્રાક્ટર તરીકે સફળતાપૂર્વક કામ કર્યું. કંપની મુંબઈ બંદરમાં ડ્રાય ડોક્સનું રાખરખાવ અને સમારકામ કરતી હતી.
1958માં આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત થતાં તેમણે મુંબઈ (ત્યારે બોમ્બે)માં ડ્રાય ડોક્સમાં રાખરખાવ કરનારી કંપનીના કોન્ટ્રાક્ટર તરીકેનો ધંધો છોડી દીધો અને પોતાના આધ્યાત્મિક લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમના જ્ઞાનને અનુસરતી ચળવળ અક્રમ વિજ્ઞાન ચળવળ તરીકે પશ્ચિમ ભારત અને વિદેશમાં ફેલાઈ છે.તેઓની 117મી જન્મજયંતી ની વડોદરા શહેરના નવલખી મેદાનમાં ભવ્ય ઉજવણી તા.10થી 17નવેમ્બર દરમિયાન થઇ રહી છે ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી વિશેષ પધારશે જેને લ ઇ ગતરોજ શનિવારે પોલીસ દ્વારા રિહર્સલ યોજવામાં આવ્યું હતું તથા સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અંગેની સમીક્ષા પણ કરવામાં આવી હતી.વડોદરામા વિવિધ ધાર્મિક અને માર્ગદર્શન કાર્યક્રમોમાં વડોદરા ઉપરાંત અન્ય સ્થળોએથી ભકતો પધારશે.