Vadodara

નવલખી મેદાન ખાતે ક્રેડાઈ ( વીએનએફ ) દ્વારા નવરાત્રી ગરબાનું આયોજન

ખેલૈયાઓની સુરક્ષા માટે ગ્રાઉન્ડ ઉપર 400 સુરક્ષા ગાર્ડ તૈનાત રહેશે

શહેરના રાજમહેલ રોડ પર આવેલા નવલખી મેદાન ખાતે ક્રેડાઈ વડોદરા (વીએનએફ) દ્વારા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલનુ ભવ્યાતી ભવ્ય ડિઝાઇનો સાથે ડેકોરેશનનુ આયોજન કરવામાં આવનાર છે. રવિવારે વાસણા- ભાઈલી રોડ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા મયંકભાઈ પટેલે જણાવ્યું હતું કે વીએનએફ દ્વારા છેલ્લા 11 વર્ષથી નવરાત્રી ગરબા યોજવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીની આરાધના માટે સંપૂર્ણ અને સુરક્ષિત આયોજન કરવામાં આવ્યું છે . ”વોકલ ફોર લોકલ એટલે વડોદરાનું આર્ટ” અંતર્ગત ખેલૈયાઓ માટે ગરબા વૃંદ દ્વારા સ્વ હસ્તે લખેલા 5 થી 7 ગરબા વિશેષ રજૂ કરવામાં આવશે. એક સપ્ટેમ્બર થી સમગ્ર ટીમ ગ્રાઉન્ડ ઉપર કામે લાગી જશે તેમજ ખેલૈયાઓના ઉત્સાહને ધ્યાનમાં રાખીને દર વર્ષ કરતાં આ વર્ષે ગ્રાઉન્ડ થોડું હજી મોટુ કરવામાં આવશે. ગ્રાઉન્ડ ઉપર કુલ 400 સુરક્ષા ગાર્ડ તૈનાત રહેશે. જેમાં 150 જેટલી મહિલા સુરક્ષા ગાર્ડ અને 250 પુરુષ સુરક્ષા ગાર્ડ ફરજ બજાવશે.
બહેનો અને દીકરીઓ માટે પાસના 400 રૂપિયા, વિદ્યાર્થી ભાઈઓ માટે 2100 રૂપિયા તેમજ ભાઈઓ માટે ૨૫૦૦ રૂપિયાનો પાસ રાખવામા આવ્યો છે.
ગ્રાઉન્ડ ઉપર ગરબા રમવા માટે ડેઇલી પાસ, પાર્કિંગ સુવિધા, ફૂડ સ્ટોલની પણ સુવિધા રહેશે.

Most Popular

To Top