થોડા વર્ષો અગાઉ વડોદરા શહેરના મધ્યમાં આવેલ સુરસાગર તળાવમાં ગણેશજી પ્રતિમાનું વિસર્જન અને દશામાંની પ્રતિમા નું વિસર્જન વડોદરા મહાનગરપાલિકા દ્વારા દ્વારા બંધ કરાવી નવલખી મેદાન ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું. થોડા દિવસોમાં નવલખી મેદાનમાં આવેલ કૃત્રિમ તળાવમાં દશામાંની પ્રતિમા નું વિસર્જન શહેરના ભાવિ ભક્તો દ્વારા કરવામાં આવશે. ત્યારે હજુ સુધી તળાવની કોઈપણ પ્રકારની સાફ-સફાઈ કરવામાં ન આવી હોવાથી તંત્રની કામગીરી ઉપર ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. બે દિવસ અગાઉ સામાજિક કાર્યકર દ્વારા પણ નવલખી મેદાનમાં આવેલ કૃત્રિમ તળાવની પરિસ્થિતિ સોશિયલ મીડિયામાં બતાવવામાં આવી હતી. ત્યારે આજરોજ વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વે એ તંત્રની નિરસ કામગીરી બાબતે મીડિયા સમક્ષ રોષ ઠાલાવ્યો હતો.
વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વે એ જણાવ્યું તેમના દ્વારા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે કૃત્રિમ તળાવની વહેલી તકે સાફ-સફાઈ કરવામાં આવે અને સાથે સાથે કૃત્રિમ તળાવ પર પહોંચવા માટેનો જે રસ્તો છે તે પણ ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે તેનું પણ નિરાકરણ લાવવામાં આવે. કૃત્રિમ તળાવની આસપાસ જે જાડી ચાખડા છે તેની સાફ-સફાઈ કરાવવામાં આવે કારણ કે ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી સરીસૃપો કૃત્રિમ તળાવની આસપાસ આવતા હોય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે નજીકના સમયમાં તહેવારો તહેવારો શરૂ થશે અને ભગવાનની પ્રતિમાઓનું વિસર્જન નવલખી ખાતેના કૃત્રિમ તળાવમાં કરવામાં આવે છે. દર વર્ષે કૃત્રિમ તળાવની સાફ-સફાઈ બાબતે રજૂઆત કરવી પડે છે. મહાનગરપાલિકાની જવાબદારી છે કે અગાઉથી આ બાબતે સાફ-સફાઈ નું આયોજન કરવું જોઈએ.