Vadodara

નવરાત્રિમાં રસ્તા પર કાળા કાચવાળી ગાડીઓમાં ચાલતા ગોરખધંધા

નવરાત્રીમાં યુવતીઓ એકલી ગરબા મદાનમાં ગરબે ઘુમવા જતી હોય છે, કાળા કાચવાળી કારમાં દુષ્કર્મ જેવી ઘટના બની જશે તો કોણ જવાબદાર ? દારૂ અને ડ્રગ્સ જેવા કુકર્મો પણ આવી ગાડીઓમાં થાય છે

પ્રતિનિધિ વડોદરા તા.9

તાજેતરમાં ભાયલી વિસ્તારમાં કાળા અંધારામાં સગીરા પર થયેલા ગેંગરેપના કારણે ચકચાર મચી ગઇ છે ત્યારે કારમાં કાળા કાચ લગાવવા પર મનાઇ હોવા છતાં ઘણા ચાલકો કાળા કાચ લગાવી બિન્દાસ્ત રીતે ફરી રહ્યા છે. રસ્તા પણ કાર પાર્ક કરીને યુવતીઓ સાથે છેડછાડ, દારૂ અને ડ્રગ્સ જેવા કૃત્યો પણ થઈ રહ્યા chem ત્યારે હાલમાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે કાળાકાચવાળી કારમાં યુવતી પર દુષ્કર્મની જેવી ઘટના બની જશે તો તેના માટે કોઇ જવાબદાર તેવા સવાલ ઉભા થયા છે. ત્યારે કાળાકાચવાળી કારના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરાય તેવી માગ ઉઠી છે.

હાલમાં ચાલી રહેલી નવલી નવરાત્રીને લઇને ખેલૈયા સહિતના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ પોલીસ દ્વારા નવરાત્રી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે કડક બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે. તેમ છતાં ઘણા હજુ પોલીસ દ કાળા કાચવાળી કારના ચાલકો સામે કેમ ઢીલી નીતિ અપનાવી રહી છે? કાળા કાચના કારણે કારમાં શુ ચાલી રહ્યું છે તે જોઇ શકાતુ નથી. હાલમાં પોલીસ નવરાત્રીના પોલીસ વ્યસ્ત હોય કેટલાક નશાબાજ લોકો આ કાળા કાચવાળી કારોમાં નશો કરવા માટે બેસતા હોય છે. નાની છોકરીઓ સહિત યુવતીઓ પણ એકલી ગરબે ઘુમવા માટે જતી હોય છે.. તાજેતરમાં સુમસામ જગ્યા પર સગીરા પર ગેંગરેપ ગુજારાયો હતો. ત્યારે નવરાત્રી દરમિયાન કાળા કાચની આંડમાં કારમાં કોઇ યુવતી સાથે અપકૃત્ય આચરવામાં આવશે તો તેના માટે કોણ જવાબદાર તેવા સવાલો ઉભા થયા છે. ઘણી જગ્યાઓ પર બિન્દાસ્ત કાળા કાચવાળી કાર કારમાં દારૂની પાર્ટીઓ પણ ચાલતી હોય છે. તેમ છતાં પોલીસ કેમ અનદેખી કરી છે ? આવી કાળાકાચવાળા કારના ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કાચ દૂર કરાવવા કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.  

Most Popular

To Top