Vadodara

નવરચના ઈન્ટરનેશનલ સ્કૂલ બસની બ્રેક ફેઈલ થતા અકસ્માત

ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી બસને વીજ થાંભલા સાથે અથાડી દુર્ઘટના ટાળી

ડ્રાઈવર સહિત વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો,થાંભલાને વ્યાપક નુકસાન

( પ્રતિનિધી )વડોદરા,તા.28

વરસાદી માહોલ વચ્ચે નવરચના ઈન્ટરનેશન સ્કૂલ બસની બ્રેક ફેઈલ થતાં ચાલકે વીજ થાંભલા સાથે બસ અથાડતા બસ થોભી ગઇ હતી.બસ ચાલકની સતર્કતાથી ડ્રાઈવર સહિત વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. જ્યારે વીજ થાંભલાને વ્યાપક નુકસાન થયું હતું. જ્યારે, ઘટનાના પગલે લોકટોળા ઉમટ્યા હતા.

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર વાસણા ખાતે આવેલી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની બસને અકસ્માતર નડ્યો હતો. સદ નસીબે સર્જાયેલા અકસ્માતમાં મોટી જાનહાની થતા ટળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નવ રચના ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી રાબેતા મુજબ બાળકોને લઈ સ્કૂલ બસ નીકળી હતી. આ દરમિયાન મુખ્ય માર્ગ પર આવતા બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. જેના કારણે પ્રથમ તબક્કે તો ડ્રાઇવરનો જીવ પણ પડીકે બંધાયો હતો. જોકે ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને બસને બીજા વાહનો સાથે ભટકાવાની જગ્યાએ નજીકમાં એ માર્ગ ઉપર જ્યાં કોઈ ઊભું ન હતું. ત્યાં વીજ થાંભલાને ભટકાવીને મોટી દુર્ઘટના ટાળી હતી. વીજ થાંભલા સાથે બસ અથડાતા થાંભલો બસ ઉપર જ નમી પડ્યો હતો. ત્યારે બસમાં સવાર 8 થી 10 જેટલા બાળકોના પણ જીવ તાળવે ચોંટયા હતા. જોકે ડ્રાઇવરની સુજબૂઝથી બાળકો સહિત કંડકટરનો આબાદ બચાવ થયો હતો. બીજી તરફ આ ઘટનાને પગલે સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. જેઓએ પણ ડ્રાઇવરે ભરેલા આ પગલાંની પ્રશંસા કરી હતી.

Most Popular

To Top