Vadodara

નલ સે જલ યોજનાને સાર્થક કરવા પ્રથમ તો લોકોને પાણી મળી રહે તે અગત્યનું: મંત્રી કુંવરજી બાવળિયા

વડોદરા આવેલા મંત્રીએ ઉનાળાને ધ્યાને રાખી લોકોને પાણી મળે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચના આપી

વડોદરા: વડોદરા શહેર સર્કિટ હાઉસ ખાતે મંત્રી કુંવરજી બાવળિયાની પાણી પુરવઠા વિભાગ તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં મંત્રી કુંવરજી બાવળિયા જણાવ્યું હતું કે, અત્યારે ઉનાળા ઋતુને ધ્યાને રાખી લોકોને પાણીની સમસ્યામાંથી ઉગારવા બનતા પ્રયત્નો કરી લોકોને પાણી મળે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવી જરૂરી છે. શહેરના ચારેય ઝોન તેમજ જીલ્લાના દરેક ગામમાં લોકોને પાણી સરળતાથી મળી રહે તે માટેની કામગીરી ઝડપથી થાય તે અત્યંત મહત્વનું છે. લોકો સુધી પાણી પહોંચાડવાની આ પ્રક્રિયા ઝડપથી થાય તે સુનિસ્થિત કરી કામગીરી પૂર્ણ કરવી.

વધુમાં કહ્યું હતું કે, નલ સે જલ યોજનાને સાર્થક કરવા પ્રથમ તો લોકોને પાણી મળી રહે તે અગત્યનું છે. લોકો સુધી પાણી પહોંચતું કરવા પાણીના સંપમાં પાણી હોય તે જરૂરી છે. ટેન્કર વ્યવસ્થા અથવા તો હેન્ડ પંપ રીપેરીંગ કામગીરી ઝડપથી કરીને પણ લોકો સુધી પાણી પહોંચે તેમજ લોકોને પાણી માટે મુશ્કેલી ન પડે એ માટેની સત્વરે કામગીરી કરવી.કલેક્ટરને પણ પાણી માટેની હેલ્પ લાઈન નંબર પરની સેવાને સક્રિય કરવા તેમજ આવેલી ફરિયાદોને ગંભીરતાથી લઈને જે તે ફરિયાદનું કારણ જાણીને તેનું નિવારણ ઝડપથી આવે તે માટેના પૂર્વ આયોજન સહિત કામગીરી કરવાની સૂચના આપી હતી. એ સાથે તમામ ગામોના પાણીના પ્રશ્નોની યાદી બનાવી ઉકેલ આવે એ રીતે સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.

Most Popular

To Top