Vadodara

નર્સ પર દુષ્કર્મ, લવ જેહાદના એંગલથી પણ તપાસ શરૂ કરાઈ


*સીસીટીવી કેમેરા તથા પ્રત્યક્ષદર્શી છે કે કેમ તથા લવજેહાદ ની દ્રષ્ટીએ પણ તપાસ હાથ શરુ કરાઇ છે: ડીસીપી ઝોન -1*


*નર્સને રિશેપ્સન પરથી ઉંચકીને હોસ્પિટલના ત્રીજા માળે લઈ જઇ ઓપરેશન થિયેટર બહાર અશરફ ચાવડા નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું*



શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી આધાર હોસ્પિટલમાં ઉતરાયણના બીજા દિવસે એટલે કે ગત તા. 15મી જાન્યુઆરી ને વાસી ઉતરાયણે હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગમાં ટેકનિશિયન તરીકે ફરજ બજાવતો અને હોસ્પિટલના ચોથા માળે રહેતો અશરફ જીણાભાઇ ચાવડા નામના વિધર્મી શખ્સે હોસ્પિટલની નર્સને રિસેપ્શન થી દર્દીને શિફ્ટ કરવાના બહાને ત્રીજા માળે આવેલા ઓપરેશન થિયેટર બહારના પ્રથમ રૂમમાં લઈ જઇ દુષ્કર્મ આચરતાં ચકચાર મચી જવા પામી હતી. બનાવને પગલે યુવતીએ અભયમને કોલ કરતા અભયમની ટીમ સહિત ગોરવા પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.ઘટનાની જાણ થતાં લોકટોળા પણ હોસ્પિટલ ખાતે ઉમટ્યા હતા.
નર્સ તરીકે યુવતી આ હોસ્પિટલમાં દોઢ મહિના પૂર્વે જ નોકરીમાં જોડાઇ હતી તે વાસી ઉતરાયણના દિવસે સાંજના સમયે રિસેપ્શન પર બેઠી હતી અને તે દરમિયાન દર્દીઓ અને સ્ટાફની અવરજવર નહિવત હોય તે દરમિયાન અશરફ ચાવડા નર્સને રિસેપ્શન પરથી ઉપર દર્દીને શિફ્ટ કરવાના બહાને લઈ જઇ હોસ્પિટલના ત્રીજા માળે આવેલા ઓપરેશન થિયેટર ના અંદરના પહેલા રૂમમાં લઈ ગયો હતો અને નર્સ યુવતીની મરજી વિરુદ્ધ તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ બાદ આ વાત કોઇને કરી તો યુવતીના રિલેશન વિશે તેના પરિવારને જણાવી દેવાની ધમકી આપી હતી જો કે થોડીવાર માટે યુવતી ડઘાઈ ગઈ હતી અને ચૂપ રહી હતી પરંતુ તેણીએ હિંમત કરી ગુરુવારે અભયમની ટીમને જાણ કરી હતી જેથી અભયમની ટીમ સાથે જ ગોરવા પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ યુવતીની મદદે દોડી આવ્યા હતા અને યુવતીને ગોરવા પોલીસ સ્ટેશને લાવી તેનું અભયમની ટીમે કાઉન્સેલિગ કરી યુવતીની ફરિયાદ લીધી હતી. આ સમગ્ર મામલે ડીસીપી ઝોન -1જૂલી કોઠીયા દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે,આરોપીની ઉંમર 28 વર્ષની છે તે મૂળ કોડિનારનો વતની છે અને પરણિત છે.તે છેલ્લા દસેક વર્ષથી આધાર હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો. આ સમગ્ર બનાવમાં હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચાલુ હતા કે કેમ તથા કોઈ પ્રત્યક્ષદર્શીએ આ બનાવમાં કંઈ જોયું છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે .સાથે જ યુવતીના પરિજનો દ્વારા કોને રજૂઆત કરવામાં આવી હતી અને હોસ્પિટલ પ્રશાસન તરફથી યુવતી કે તેમના પરિવારને શું જણાવાયું હતું સાથે જ આરોપીને કોઇ પણ પ્રકારે હોસ્પિટલ તરફથી છાવરવામાં આવ્યો હતો કે કેમ તે તમામ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી છે સાથે જ આ કેસમાં લવજેહાદ ના એગલથી પણ તપાસ હાથ ધરવામાં આવશે.


હોસ્પિટલના સીસીટીવી કેમેરાની તપાસ થશે
સુભાનપુરા વિસ્તારમાં આવેલી આધાર ઓર્થોપેડીક હોસ્પિટલમાં રેડિયોલોજી ટેકનિશિયન વિધર્મી પરણિત યુવક દ્વારા ગત 15 જાન્યુઆરીના રોજ હોસ્પિટલમાં કામ કરતી નર્સ પર હોસ્પિટલ ના ત્રીજા માળે લઈ જઇ દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી સામે બીએનએસ કલમ 64-351-2 મુજબ એટ્રોસિટિ મુજબની કલમ 3,2,5-1મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે સાથે જ લવજેહાદના એગલથી પણ તપાસ કરવામાં આવશે. પિડિતા તથા આરોપીના મેડિકલ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સાથે જ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા ચાલુ હતા તથા પ્રત્યક્ષદર્શી હતા કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ ભોગ બનનાર યુવતીના પરિજનો દ્વારા આ અંગે કોને કોને રજૂઆત કરવામાં આવી હતી તે અંગેની પૂછપરછ પણ કરવામાં આવી છે.

-જુલી કોઠીયા -ડીસીપી ઝોન -1, વડોદરા

Most Popular

To Top