Vadodara

નર્સ પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું


આધાર હોસ્પિટલના ત્રીજા મળે લઈ જઈ બળાત્કાર ગુજારાયો હતો
પોલીસ દ્વારા કેટલાક આધારભૂત પુરાવા પણ એકત્ર કરાયા

વડોદરા તા.19
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલી આધાર ઓર્થોપેડીક હોસ્પિટલમાં નર્સ પર રેડિયોલોજી વિભાગમાં નોકરી કરતા અશરફ ચાવડા દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. ત્યારે આરોપીને હોસ્પિટલમાં લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્ટ્રકશન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કેટલાક આધારભૂત પુરાવા પણ એકત્ર કરાયા હતા. આજે રિમાન્ડ પૂરા થતા ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
વડોદરા શહેરના વિસ્તારમાં ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલા આધાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગમાં નોકરી કરતા અશરફ ચાવડા દ્વારા નર્સને ઉંચકીને ત્રીજા માળ પર ઓપરેશન થિયેટરમાં લઈ જઈને બળજબરીપૂર્વક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ વાતની કોઈને જાણ કરીશ તો તારા રિલેશનશિપ વિશેની વાત તારા માતા પિતાને કરી દઈશ તેવી ધમકી આપી હતી. જેની ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. આ કેસની તપાસ એસસીએસટી સેલના એસીપીને તપાસ સોંપાઈ હતી.જેથી આરોપીની વધુ પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ પૂરા કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પ્રથમ દિવસે પોલીસ દ્વારા આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. કેવી રીતે યુવતીને ઉચકીને લઈ ગયો અને ઉપરાંત જ્યાં આરોપી યુવતીને લઈ ગયો હતો. ત્યાથી ગ્રાઉન્ડ ફ્લોર પરથી લઈને ત્રીજા માળે ઓપરેશન થિયેટરમાં લઇ જઈને ઘટનાને અંજામ આપ્યો હતો તેના આધારભૂત
કેટલાક પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા હતા. આરોપી અશરફ ચાવડાના રિમાન્ડ પૂરા થતા પોલીસ દ્વારા અશરફ ને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Most Popular

To Top