Madhya Gujarat

નર્મદા ડેમ માંથી પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકાના ચાણોદ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા..

નર્મદા નદીમા જળસ્તર વધતા ચાણોદના મલ્હાર રાવ ઘાટના કુલ 108 પગથિયાંમાથી માત્ર 52 જેટલા પગથિયાં પાણી માં ગરકાવ થવાના બાકી રહ્યા

તંત્ર દ્વારા મોડી સાંજે ચેતવણીસૂચક બેનરો લગાડ્યા

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદ ને પગલે મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ પાણી થી છલકાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સતત પાણી છોડવામાં આવતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.જેના પગલે નર્મદા ડેમ હાલ 90 ટકા ભરાયો છે અને ડેમ તેની મહત્તમ સપાટી થી માત્ર ચાર મીટર દૂર છે.સતત પાણી ની આવક થતા ડેમના 9 ગેટ ખોલવામાં આવ્યા છે.ડેમના 9 ગેટ ખોલતા ડભોઈ અને શિનોર તાલુકાના 13 જેટલા ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે.ડભોઈ તાલુકાના ચાણોદ,કરનાળી,નંદેરીયા સહિતના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.ચાણોદના મલ્હારરાવ ઘાટ પર પોલીસ તંત્ર દ્વારા જી.આર.ડી , હોમગાર્ડ નો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.મામલતદાર દ્વારા તલાટી ક્મ મંત્રીઓને ગામમાં રહેવા સૂચના આપી દેવામાં આવી છે.ચાણોદના નાવિક શ્રમજીવી મંડળ દ્વારા 107 જેટલી બોટ સ્ટેન્ડબાયમા રાખવામાં આવી છે. માછીમારોને નદીમાં ન જવા પણ સ્થાનિક પ્રશાસન દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે સરદાર સરોવર ડેમના 9 જેટલા ગેટ ખોલવામાં આવતા 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.નર્મદા નદીમાં પાણી નું સ્તર વધતા ચાણોદના મલ્હાર રાવ ઘાટના કુલ 108 પગથિયાંમાથી માત્ર 52 જેટલા પગથિયાં પાણી માં ગરકાવ થવાના બાકી રહ્યા છે.તંત્ર દ્વારા મોડેથી ચેતવણીના બેનરો લગાડ્યા છે.

Most Popular

To Top